જ્યારે ડીપ સ્ટેટે હોળી રમવાની મનાઈ ફરમાવી

ઘણાં વરસો પછી સ્કૂલના જૂના મિત્ર છેલભાઈએ મિત્રો પાસેથી મારો નંબર મેળવી મને ફોન કર્યો. મને પૂછ્યું કે, ‘આ હોળીમાં રંગે રમવાના કે નહીં? આપણે સ્કૂલમાં હતા ત્યારે ખૂબ રમતા હતા.’
મેં જવાબમાં કહ્યું કે, ‘આ વખતે રમવાની મનાઈ ફરમાવાઈ છે. રંગે રમવાનું નથી.’
‘કોણે મનાઈ ફરમાવી?' છેલભાઈએ પૂછ્યું.
ડીપ સ્ટેટ તરફથી ના આવી છે.' મેં જવાબમાં કહ્યું.
‘ઓ..હો..હો.. આ ડીપ સ્ટેટે તો ખરી કરી છે. સનાતનને તોડવાનું આ અમેરિકન કાવતરું છે. ક્યાં ક્યાં સુધી પહોંચી ગયું છે ડીપ સ્ટેટ? પણ તમને ડીપ સ્ટેટ તરફથી ક્યારે અને કેવી રીતે ના પાડવામાં આવી? રંગે નહીં રમવું એવું ક્યાંથી જણાવવામાં આવ્યું?'
‘સુરતથી ફોન આવ્યો હતો.' મેં એમને જણાવ્યું.
‘તમે અમદાવાદમાં રહો છો અને ડીપ સ્ટેટનો ફોન સાવ સુરતથી જ આવ્યો. એમ કેમ?’
‘એટલા માટે કે સુરતમાં મારું સાસરું છે.’
‘સાસુમા જીવે છે?’
છેલભાઈને મારા કહેવાનો અણસાર આવી ગયો હશે, તો પણ બોલ્યા કે, એ બરાબર સમજ્યા નથી.
મેં ફોડ પાડતાં કહ્યું કે, ‘રોજ સવારના નવ વાગે મારી ઘરવાળીને એની મા એટલે કે મારાં સાસુનો ફોન આવી જાય. એમણે ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા નિયમો મગજની બુકમાં લખી રાખ્યા છે. જો કોઈ નિયમ મળતો ન હોય તો જાતે ઊભો કરે. અમારા ઘરનો વહેવાર મારી કે અમે બંનેની રીતે ચલાવીએ કે ડીપ સ્ટેટનો કોઈક જુદો જ હુકમ આવી જાય. મારી ઘરવાળી મારી ઘરવાળી બની તેના કરતાં પણ પચ્ચીસ વરસથી એ એની માની દીકરી છે. લોહી, પ્રકૃતિ પણ એનાં છે અને વધુ સંગ પણ એનો જ રહ્યો. એકાદશીને દિવસે લસણ, કાંદા નહીં ખાવાના, ગ્રહણના દિવસે બધું રાંધેલું ફેંકી દેવાનું, રીંગણાના શાકમાં વધુ જીરું નાખવાનું, ફરાળમાં આ લેવાય, તે ન લેવાય, સોમવતી અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું, અમુક દિવસે હોળી કે ધુળેટી આવતી હોય તો પુરુષોએ રંગે ન રમવું. આવા ફરમાનોનું એક મોટું બંધારણ એમની પાસે છે. રોજ સવારે નવ વાગ્યે એ દિવસે અમારે શું કરવાનું છે? કઈ ચરી પાળવાની છે, તેનો આદેશ મોબાઇલ પર આવી જાય. આ ડીપ સ્ટેટે તો હેરાન-પરેશાન કરી મૂક્યા છે. ઘરમાં કમાઈએ અમે બંને. તકલીફો પડે તો અમને અને સાલુ...ચાલે સાસુમાનું.’
Dit verhaal komt uit de Abhiyaan Magazine 22/03/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen
Dit verhaal komt uit de Abhiyaan Magazine 22/03/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.