નીરખને ગગનમાં...

આધુનિક માનવના જીવનચક્રને ગતિશીલ રાખવા માટેનું ઈંધણ પૂરું પાડતાં ઊર્જા સ્રોતો. ઘરથી માંડીને અને ઉદ્યોગો, પરિવહનથી માંડીને ખેતી સુધીનાં તમામ ક્ષેત્રો કાર્યરત રાખવા માટે ઊર્જાની સતત જરૂરિયાત રહે છે. પૃથ્વી પર જેમ-જેમ વસતિ વધતી જાય છે, તેમ-તેમ ઊર્જાની જરૂરિયાતમાં પણ સતત વૃદ્ધિ થાય છે. બહોળી જરૂરિયાતને પહોંચી વળવા માટે માણસે આકાશ-પાતાળ એક કર્યા છે. ધરતી, આકાશ, જળ, વાયુ, અગ્નિ અને સૂર્ય કુદરતનાં આ તમામ તત્ત્વોમાંથી તે ઊર્જા સંચિત કરતો રહ્યો છે. થર્મલ પાવર, હાઇડ્રોલિક પાવર, વિન્ડ પાવર અને સોલાર પાવર થકી પ્રાપ્ત થતી ઊર્જા ઓછી પડે છે, તો એ જમીન ખોદીને ખનિજોમાંથી ઊર્જાના નવા સ્રોતો મેળવવાના પ્રયાસો કરતો રહે છે. પરમાણુ અને રેડિયો-ઍક્ટિવ તત્ત્વોને ઊર્જાના પ્રાથમિક સ્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય તે માટે સંશોધનો થતાં રહે છે, પરંતુ વાત માત્ર માનવીય જરૂરિયાતો પૂરતી મર્યાદિત નથી. આ વિશે પર્યાવરણ પર પડતી અસરોને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. આ સંતુલન ભવિષ્ય માટે આવશ્યક છે. હાલમાં સોલાર એનર્જીની ગણના બેસ્ટ રિન્યુએબલ એનર્જી સોર્સ તરીકે થઈ રહી છે.
ભારત સહિત દુનિયાના તમામ શક્તિશાળી દેશો પોતાના વિશાળ જનસમુદાયની જરૂરિયાત સંતોષી શકે તેવા ઊર્જાના નવા વૈકલ્પિક સ્રોતો વિશે સંશોધનો કરી રહ્યા છે. રશિયા અને અમેરિકા તેમની પરમાણુ ટૅક્નોલૉજીને વિકસાવીને પરમાણુ ઊર્જાને પ્રાથમિક ઊર્જા સ્ત્રોત બનાવવા માટે ઉપરતળે થઈ રહ્યા છે. તેવા સમયે ચીને ઊર્જાનો એવો ભંડાર શોધી કાઢ્યો છે જે હજા૨ો વર્ષ સુધી ખૂટશે નહીં. કૃત્રિમ સૂર્ય બાદ ચીનની આ નવી જાહેરાતે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે.
Dit verhaal komt uit de Abhiyaan Magazine 29/03/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen
Dit verhaal komt uit de Abhiyaan Magazine 29/03/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.