મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના રમ્પુરા ગામમાં રહેતી અનીતાની ભૂલ માત્ર એટલી હતી કે તે એક બ્રાહ્મણના ઘરે જન્મી હતી. ૧૮ વર્ષની થતા જ તે ૧૨ મા ધોરણમાં પાસ થઈ, તો તેના લગ્ન કર્મકાંડ કરતા એક પંડિતના દીકરા સાથે કરાવી દીધા. પંડિત હોવાથી જન્મ કુંડલીનો મેળાપ કરીને શુભ મુહૂર્તમાં લગ્ન કરી દીધા.
અનીતા સાસરીમાં કુલ ૪ મહિના જ રહી હતી કે તેના પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. સાસરીવાળા તેને આ વાત માટે મહેણું મારતા કે તેના પગ ઘરમાં પડતા જ તેમનો દીકરો દુનિયા છોડી ગયો.
સાસરીવાળાના મહેણાંથી પરેશાન થઈને અનીતા પિતાના ઘરે રહેવા લાગી. તેની હાલત જોઈને માના મનમાં કેટલીય વાર પોતાની દીકરીના બીજા લગ્ન કરવાનો વિચાર આવતો, પરંતુ તે અનીતાના પિતા સાથે ક્યારેય આ વાત ન કરી શકી.
અનીતાની મા જાણતી હતી કે જાતિસમાજની જુનવાણી પરંપરાના લીધે અનીતાના પિતા ક્યારેય તેના બીજા લગ્ન માટે તૈયાર નહીં થાય.
આ ઘટનાને ૨૦ વર્ષ થયા છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનીતા પોતાના પિતાના ઘરે પોતાનું જીવન વિતાવવા મજબૂર છે. પૂરો દિવસ તે નોકરની જેમ ઘરના કામ કરે છે અને કોઈની સામે પોતાની વાત કહેતી નથી.
અનીતા જેવી કોણ જાણે કેટલીય વિધવા છોકરીઓ છે, જે સામાજિક રીતરિવાજના લીધે જિંદગીની ખુશીઓથી દૂર છે. ઊંચી જાતિમાં ફેલાયેલી આ કુપ્રથાને જોઈને લાગે છે કે જે જાતિને સમાજમાં નિમ્ન સમજવામાં આવે છે, તે આ મામલામાં સારા છે.
આપણા દેશમાં ચાલી રહેલી વર્ણ વ્યવસ્થામાં ઊંચી જાતિના બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ભલે દલિતને ઘૃણાની નજરથી જોતા હોય, પરંતુ ઓછા ભણેલા આ દલિતોની માનસિકતા શિક્ષિત ઊંચી જાતિના ઠેકેદારોથી ક્યાંય સારી છે.
૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ સંત રૈદાસ જયંતી પર દલિત સમાજના લોકો દ્વારા કરાવેલા એક લગ્નની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે.
મધ્ય પ્રદેશના ગાડરવારામાં રહેતા છિદામી લાલ અહિરવારની ૨૬ વર્ષની દીકરી જ્યોતિના પતિનું મૃત્યુ એપ્રિલ ૨૦૨૧ માં કોરોનાની ત્રીજી લહેરમાં થયું હતું.
જ્યોતિના પતિ રાજન પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતા. તેમના મૃત્યુ પછી જ્યોતિ પોતાના દીકરાને લઈને પિતા પાસે રહેવા લાગી.
This story is from the October 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે