બિજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
પ્રિયંકા જોષી
બિજ-થિંગ

ફોટોગ્રાફી એ આંખ, મગજ અને હૃદયનું કામ છે. સાધન મહત્ત્વનું છે, પણ તેનું સ્થાન ગૌણ છે. શ્રેષ્ઠ સાધન હોય, પણ નકામું ચિત્ર મળે અને જરીપુરાણા સાધન વડે પણ તમે મગજની એકાગ્રતા અને હૃદયના રસથી સામાન્ય વિષયને તમે સૌંદર્યાકૃતિ બનાવી શકો.’ - આ શબ્દો પ્રસિદ્ધ તસવીરકાર સ્વ. પ્રાણલાલ પટેલના છે. પ્રાણલાલ પટેલને ફોટોગ્રાફર નહીં, પણ ફોટોગ્રાફીનો સમસ્ત યુગ કહી શકાય. પોતાના ૧૦૫ વર્ષના દીર્ઘ જીવનકાળમાંથી ૮૫ વર્ષ છબીકલાને અર્પણ કરનાર આ વિભૂતિ ઘણા જાણીતા ફોટોગ્રાફર્સનો આદર્શ રહ્યા છે.

ભારતમાં ફોટોગ્રાફીનું આગમન આજથી ૧૬૯ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૫૫માં થયું અને પ્રાણલાલ પટેલે ઈ.સ. ૧૯૩૨માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેથી કહી શકાય કે તેમની તસવીરોનું કલાકીય મહત્ત્વ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ પણ છે.

વર્ષ ૧૯૧૦માં ગુજરાતના જામનગર જિલ્લાના કેશિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેઓ તેમના મામા સાથે અમદાવાદ આવી ગયા. મોસાળમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. તેઓ જીવનપર્યંત અમદાવાદમાં જ રહ્યા. બાળપણમાં તેમણે દુકાનોમાં પાણી ભરવા, છાપાં વહેંચવા જેવા અનેક કામ કર્યા. નાના-મોટા કામકાજથી આવક ઊભી કરીને તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે જોડાયા. આ રસમાં જ તેમની કલા રુચિ સંગીત તરફ ઢળી. આ દરમિયાન જ પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. લાઇફ સ્કેચ, સ્ટીલ લાઇફ, નેચર ડ્રોઇંગ વગેરે ખૂબ રસપૂર્વક શીખ્યા. તેમનાં ચિત્રો જોઈને લાગે કે જો તેમણે ફોટોગ્રાફી અપનાવી ન હોય તો જરૂર એક સારા ચિત્રકાર બની શક્યા હોત, પરંતુ નિયતિએ કોઈ અલગ જ રાહ નક્કી કરી હશે કે તેમનો પરિચય બળવંત ભટ્ટ અને બચુભાઈ રાવત સાથે થયો. તેમના સહવાસ અને માર્ગદર્શનથી પ્રાણલાલ પટેલ માટે ફોટોગ્રાફીનું એક અનોખું ફલક ખૂલી ગયું. એ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બંધનરૂપ બનતી નોકરીને તેમણે તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફી કરવા માટે કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા.

શરૂઆતના તબક્કામાં તેમણે કોમર્શિયલ, પૉર્ટ્રેઇટ્સ, આઉટડોર અને પ્રેસ ફોટોગ્રાફી કરી. આર્થિક રીતે મજબૂત થતાં તેમણે પિક્ટોરિયલ ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો.જેમાં તેમને અપૂર્વ પ્રશસ્તિ મળી.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
ABHIYAAN

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ

લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 01/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

time-read
6 dak  |
Abhiyaan Magazine 01/03/2025
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
ABHIYAAN

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

time-read
3 dak  |
Abhiyaan Magazine 01/03/2025
નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ABHIYAAN

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

time-read
2 dak  |
Abhiyaan Magazine 01/03/2025
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

રૂપિયાના ડોલર કરવા છે?

time-read
3 dak  |
Abhiyaan Magazine 22/02/2025
સાંબેલાના સૂર
ABHIYAAN

સાંબેલાના સૂર

‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

time-read
5 dak  |
Abhiyaan Magazine 22/02/2025
આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
ABHIYAAN

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે

‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!

time-read
4 dak  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 dak  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 dak  |
Abhiyaan Magazine 22/02/2025