વાયરલ પેજ
ABHIYAAN|Abhiyaan Magazine 08/06/2024
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
સ્પર્શે હાર્દિક
વાયરલ પેજ

ચંદ્રકાંત બક્ષીની પ્રથમ નવલકથાનું શીર્ષક હતું ‘પડઘા ડૂબી ગયા. પડઘા કે પ્રતિધ્વનિનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. મૂળ ધ્વનિ સાથેના દ્વૈતમાં એ સર્જાય છે. અમુક ક્ષણો બાદ ડૂબી પણ જાય છે. કિન્તુ આજના સમયમાં સમાજ વિજ્ઞાન અને ખાસ કરીને સોશિયલ મીડિયાના સંદર્ભમાં જ્યારે પડઘાની વાત મંડાય ત્યારે એક પ્રકારનો પડઘો ન તો ફક્ત લાંબું આયુષ્ય ભોગવી સતત ગુંજતો રહે છે, પણ એ ક્યારેક તો મૂળ ધ્વનિના કરતાં પણ વધુ શક્તિશાળી બની મનુષ્યના દિમાગ પર હાવી થઈ જાય છે. પડઘા માટેના ઇંગ્લિશ શબ્દ ‘એકો’ સાથે સંલગ્ન એ બાબત માટેની સંજ્ઞા છે, ‘એકો ચેમ્બર' યાને પ્રતિધ્વનિ કક્ષ.

સંગીત ક્ષેત્રમાં, પાછલી સદીમાં અદ્યતન ટૅક્નોલૉજીના આગમનના થોડા દાયકાઓ પહેલાં એવા ખાસ પ્રકારના કક્ષમાં રિકોર્ડિંગ થતું, જ્યાં ગાયક કે વાઘના અવાજમાં પડઘાનું વિશેષ તત્ત્વ ઉમેરી એને વધુ પ્રભાવક બનાવી શકાતો. પડઘાઓને લાંબો સમય સુધી ડૂબી જતા અટકાવવા માટેના એવા કક્ષને એકો ચેમ્બર નામ અપાયેલું. વર્તમાનમાં એકો ચેમ્બરનો ઉલ્લેખ સંગીત વિષયક ચર્ચાઓમાં ઓછો અને સોશિયલ મીડિયાની ચર્ચાઓમાં વધુ થાય છે, એના સંદર્ભમાં એકો ચેમ્બરની વ્યાખ્યા કંઈક આ રીતે બાંધી શકાયઃ જ્યારે મનુષ્ય પોતે જે વિચારધારા, માન્યતા, સમૂહ, વ્યક્તિ, પરંપરા કે કોઈ પણ બાબતનો સમર્થક હોય, એનું જ અનુમોદન કે પ્રશંસા કરનારાં, વિના કોઈ ટીકા સતત સમર્થન કરનારાં માધ્યમોથી પોતાને સંપૂર્ણ રીતે ઘેરી લે, ત્યારે એ ઘેરાવો કે બંધ પરિવૃત્ત એક પ્રકારની એકો ચેમ્બર બની જાય. આવી એકો ચેમ્બરમાં પોતાને જાતે જ કેદ કરી દેનાર મનુષ્યના જે-તે બાબતો પ્રત્યેના વિશ્વાસ અને શ્રદ્ધા અત્યંત દૃઢ બનતા જાય છે. એક સીમા પછી તે એની વિરુદ્ધની કોઈ પણ ટીકા સ્વીકારવા તો ઠીક, સાંભળવા સુદ્ધાં તૈયાર થતો નથી.

Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
ABHIYAAN

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ

માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 15/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025