ProbarGOLD- Free

નવલિકા

ABHIYAAN|Abhiyaan Magazine 22/03/2025
નામથી શું ફરક પડે?
- સ્વાતિ રાજીવ શાહ
નવલિકા

તૈયાર થઈ રહી હતી રોજની જેમ ઝટપટ. એ કાયમ ઉતાવળમાં જ હોય. ગુલાબી કુરતીમાં ખીલતા ગુલાબ જેવી એણે ગુલાબનું જ પરફ્યુમ છાંટ્યું. ફુ.. સ! ફુ..સ્સ! હવે તો એ સાચુકલું ફૂલ બની ગઈ. આખો ઓરડો મહેકી ઊઠ્યો. ઓરડો તો શું, અમે એક નાનકડી ઓરડીમાં રહેતાં. ચાર ડગલાં ભરતાં જ ખતમ થઈ જાય એવડી ઓરડીમાં. એમાં સામાનના નામે એક ખાટલો, જે અઠવાડિયામાં ચાર વખત જ વપરાતો. એક નાનકડું ટેબલ, જે હંમેશાં જાડી જાડી ચોપડીઓનાં થોથાંઓથી ભરેલું પડ્યું રહેતું. એની જોડીદાર ખુરશી અને એક નાનકડું કબાટ. ખીંટી ઉપર લટકતો સફેદ કોટ એ આ ઓરડીની સૌથી કિંમતી જણસ. મને રાહ હતી કે ક્યારે એ સફેદ કોટ ચડાવે ને ક્યારે હું એના ગળામાં હાર બનીને લટકી જાઉં. બસ, પછી આ ઓરડીમાંથી બહાર નીકળીને નાનકડાં બચ્ચાંઓની દુનિયામાં પ્રવેશી જઈશું તે છે...ક બે દિવસ પછી પાછા ફરીશું. હા, એની ઇમરજન્સી ડ્યુટી હોય એટલે બબ્બે દિવસ, રાત-દિવસ વૉર્ડથી ઇમરજન્સી અને ઇમરજન્સીથી વૉર્ડ એમ ભટક્યા કરવાનું.

ક્યારેક તો મને એમ થાય કે આ છોકરી થાકતી નહીં હોય? ભૂખી નહીં થતી હોય? એને એની ઉંમરની બીજી છોકરીઓની જેમ ફિલ્મ જોવા જવાની ઇચ્છા નહીં થતી હોય? સમય મળ્યે એ મોટાં-મોટાં થોથાંઓમાં ઘૂસી જાય. અરે, જમવાનું પણ યાદ ન આવે. ક્યારેક તો મને એના પેટમાંથી ફૂડ...ફૂડના પોકાર સંભળાય. એવે વખતે હું એની છાતીએ અથડાઈ અથડાઈને એને કહું કે, ‘બહેન, કશુંક ખાઈ લે.' કોઈકવાર મારી વાત સાંભળી હોય એમ વડાપાંઉ કે સૅન્ડવિચ જેવું કંઈ હાથમાં પકડીને ભાગે.

વૉર્ડથી ઇમરજન્સી કે પછી ઇમરજન્સીથી વૉર્ડ જતી વખતે જ ખાવાનો પ્રોગ્રામ થઈ જાય. આવી દોડ વચ્ચે જ કોઈવાર ફોન પર વાતો કરી લે. કદીક મા તો કોઈવાર બાબા. બાબા સાથે તો બે ત્રણ વાક્યો જ. મા સાથે બે-ત્રણ મિનિટ. બસ! વાતમાં કંઈ નવું ન હોય. ‘હા, મજામાં છું. કામ બહુ રહે છે. મા, તું ચિંતા ન કર! હું બરાબર ખાઈ લઉં છું. તારી તબિયત સાચવજે. જલ્દીમાં છું. પછી ફોન કરીશ.' આ જ, એકની એક વાતો અઠવાડિયામાં ત્રણ વાર સાંભળીને મારા કાન પાકી ગયા છે. આને બીજું કંઈ બોલતાં જ નથી આવડતું. બાકી ફોનમાં મોટા ભાગે સિનિયર ડૉક્ટર સાથે કોઈ ને કોઈ કેસ બાબતે ચર્ચા થાય. આ બધું હું ચુપચાપ સાંભળ્યા કરું. છૂટકો છે કંઈ? ભગવાને મને મોઢું જીભ આપ્યાં હોત તો ખબર લઈ નાખત એની. સાવ કંઈ આવું હોય?

Esta historia es de la edición Abhiyaan Magazine 22/03/2025 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 22/03/2025 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ચૈત્ર, નર્મદા અને ઉત્તરવાહિની પરિક્રમા

time-read
6 minutos  |
Abhiyaan Magazine 12/04/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મ્યાનમાર અને બેંગકોકને ભૂકંપના વિનાશમાંથી બેઠા થતા લાંબો સમય લાગશે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 12/04/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત અને રાજકીય અનુમાન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 12/04/2025
કોંગ્રેસ મહાસમિતિની બેઠક અને અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યાં છે ત્યારે...
ABHIYAAN

કોંગ્રેસ મહાસમિતિની બેઠક અને અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યાં છે ત્યારે...

ગુજરાતમાં ભરાયેલાં અધિવેશનો : એક અવલોકન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 12/04/2025
જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!
ABHIYAAN

જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!

એ બધાં પાત્રો કોઈ ને કોઈ વરસની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 05/04/2025
વિવાદ
ABHIYAAN

વિવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

time-read
5 minutos  |
Abhiyaan Magazine 05/04/2025
બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
ABHIYAAN

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં

વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 05/04/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

time-read
4 minutos  |
Abhiyaan Magazine 05/04/2025
રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ABHIYAAN

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર

ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

time-read
5 minutos  |
Abhiyaan Magazine 05/04/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

time-read
6 minutos  |
Abhiyaan Magazine 05/04/2025

Usamos cookies para proporcionar y mejorar nuestros servicios. Al usan nuestro sitio aceptas el uso de cookies. Learn more