વિશ્લેષણ

પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયેલા અને ગયા વર્ષે જ આ ફાની દુનિયા છોડી ગયેલા ભારતના સુવિખ્યાત ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાનનું વર્ષ-૨૦૧૮માં પ્રકાશિત થયેલું એક પુસ્તક છે, જેનું શીર્ષક છે, ‘ગોડ સેવ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ'! રોચક તથ્યો અને સ્વાનુભવના આધારે લખાયેલું આ પુસ્તક માત્ર ન્યાય ક્ષેત્ર સાથે સંકળાયેલા જ નહિ, પરંતુ નીતિનિર્ધારકો, પ્રત્યેક ક્ષેત્રના તજજ્ઞો, જાહેરજીવન અને જાહેર સેવા તથા વહીવટ સાથે સંકળાયેલા સૌ કોઈ માટે વાંચવાલાયક છે, જે વિચારવંત લોકોને ચોક્કસ દિશામાં વળવા મજબૂર કરે છે. આ પુસ્તકની શરૂઆત જ એવા પ્રકરણથી થાય છે કે, ‘ભગવાન સુપ્રીમ કોર્ટને બચાવે..શું સારો સમય ગાયબ થઈ ગયો છે?!’
ન્યાયાધીશના ઘરે ‘બિનવારસી' રોકડ :
આ વાત એટલા માટે યાદ આવી કે ગયા સપ્તાહે ધુળેટીના દિવસે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ૩૦, તઘલખ રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી અને તેમાં કરોડો રૂપિયાની ચલણી નોટોનાં બંડલ પણ બળી ગયાં. જે બચાવી લેવાયાં તે ક્યાં ગયાં તેનો અત્તોપત્તો નથી. એક ન્યાયાધીશના બંગલે આટલા અધધધ.. રોકડા રૂપિયા મળે અને તે પણ ‘બિનવારસી’ હોય, તો તેને માટે શું સમજવું? આ સમગ્ર ઘટના પહેલેથી જ એવી ભેદી જણાય છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના તપાસના આદેશ પછી પણ કેટલું અને કેવું સત્ય બહાર આવશે, તે અકળ છે. આ ઘટનામાં આશ્ચર્યજનક અને આઘાતજનક કહી શકાય તેવાં અનેક પાસાંઓ હોવાથી તેને વર્તમાન સમયની અતિવિશિષ્ટ અને અતિવિચિત્ર ઘટના કહેવી પડે તેમ છે. બહાર આવતી માહિતી પણ બીજે દિવસે બદલાઈ જાય અને બે-ત્રણ દિવસ પછી ફરી એ જ માહિતી આવે! અધિકૃત માહિતી આપવાવાળાઓ યા તો ભેદી મૌન ધારણ કરીને બેસી જાય અથવા તો નિવેદનો ફેરવી તોળે! આવી સ્થિતિ અગાઉ ક્યારેય જોવા મળતી નહોતી.
Dit verhaal komt uit de Abhiyaan Magazine 05/04/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen
Dit verhaal komt uit de Abhiyaan Magazine 05/04/2025 editie van ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen

જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!
એ બધાં પાત્રો કોઈ ને કોઈ વરસની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે.

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય