તામિલનાડુની ચેસ ઑલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યા છે જુદા જુદા દેશની ૧૮૭ ટીમના ૧૭૦૦થી વધુ ખેલાડી.
અત્યારે ભારતમાં ખેલ મહોત્સવ જેવું વાતાવરણ છે. એક તરફ આપણી ક્રિકેટ ટીમ ટી-ટ્વેન્ટી સિરીઝ રમવામાં વ્યસ્ત છે તો બીજી તરફ કૉમનવેલ્થ ગેમ્સમાં બર્મિંગહામ ખાતે આપણા ખેલાડીઓએ ધડાધડ મેડલ જીતવાનું શરૂ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાઓમાં ભારતનો દેખાવ પાછલાં વર્ષોમાં નોંધપાત્ર રહ્યો છે.
આપણે ત્યાં ક્રિકેટ, હૉકી, ફૂટબૉલ, કબડ્ડી, ભાલાફેંક (જેવેલિન થ્રો), ગોળાફેંક (ડિસ્કસ થ્રો), સ્વિમિંગ, ચેસ, ટેબલ ટેનિસ, વગેરે રમત દેશના અંતરિયાળ હિસ્સાઓમાં પણ સ્પોર્ટ્સ કલ્ચરનો ભાગ બની ગઈ છે. જો કે આ બધામાં ચેસ એવી ગેમ છે, જે પૌરાણિક કાળથી ભારતમાં રમાય છે. હિંદી અને ઉર્દૂમાં શતરંજ તરીકે ઓળખાતી આ રમત અર્થાત્ ચેસનો ઉલ્લેખ અનેક શાસ્ત્રો તથા ઈતિહાસોમાં પણ છે.
આ વર્ષે ચેસની ઈન્ટરનૅશનલ પ્રતિયોગિતા અર્થાત્ ૪૪મી ચેસ ઑલિમ્પિયાડ ભારતમાં યોજવામાં આવી છે. તામિલનાડુની રાજધાની ચેન્નઈથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા મમલાપુરમ્ (મૂળ નામ મહાબિલપુરમ્)માં આ ચેસ ઑલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વની ૧૮૭ ટીમો રમી રહી છે, જે અત્યાર સુધીનો રેકૉર્ડ છે. ૨૯ જુલાઈથી શરૂ થયેલી આ સ્પર્ધા ૯ ઓગસ્ટ સુધી ચાલવાની છે. દુનિયાભરના ૧૭૦૦થી પણ વધુ ચેસ પ્લેયર્સ આમાં ભાગ લઈ રહ્યા છે. ચેસ ઑલિમ્પિયાડ આમ તો ૧૯૩૪થી દર બીજા વર્ષે યોજવામાં આવે છે, પણ કોરોના કાળમાં એનું આયોજન થઈ શક્યું નહોતું.
જ્યાં જુઓ ત્યાં ચેસનો માહોલ. તામિલનાડુમાં અમુક રસ્તા જાણે ચેસબોર્ડ હોય એમ ચીતરવામાં આવ્યા છે તો ઠેર ઠેર આ રમતનાં પ્રતીક પણ મૂકવામાં આવ્યાં છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap