અર્ચના દેસાઈ – વ્યાસ: એનર્જી ક્ષેત્રે પ્રવૃત્ત આ સફળ માનુનીની ઊર્જાનું નામ છે દઢ નિર્ધાર
Chitralekha Gujarati|August 15, 2022
કસદાર પગારવાળી નોકરી, દેશ-વિદેશના પ્રવાસ, પ્રેમાળ પતિ, વહાલસોયાં સંતાન... સુખની વ્યાખ્યામાં ફિટ થાય એવું બધું જ એમની પાસે હતું, પરંતુ એમણે આ બધાંથી સંતોષ માની લેવાને સ્વબળે પોતાની કંપની શરૂ કરનારાં આ મહિલાની કથની પ્રેરણાદાનધાન એવા અખાત દેશમાં છે.
અલ્પા નિર્મલ
અર્ચના દેસાઈ – વ્યાસ: એનર્જી ક્ષેત્રે પ્રવૃત્ત આ સફળ માનુનીની ઊર્જાનું નામ છે દઢ નિર્ધાર

એક વ્યક્તિને આરામદાયક જિંદગી મળી જાય, સારો ખોરાક, જોઈતું મનોરંજન તથા સ્ટેબલ જૉબ મળી જાય એટલે એ પોતાનાં સપનાં, પોતાનું એમ્બિશન બારીની બહાર ફેંકી દે છે.

ટેસ્લા ઈલેક્ટ્રિક કાર તથા સ્પેસએક્સ જેવા પ્રોજેક્ટ્સને કારણે જાણીતા બનેલા અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ એલન મસ્કનું આ બહુ જાણીતું વિધાન છેઃ કમ્ફર્ટ ઝોન ઈઝ વ્હેર ડ્રીમ્સ ગો ટુ ડાય... માણસ એક વાર સંતોષના સ્તરે પહોંચી જાય ત્યારે એનાં શમણાં મૃત્યુ પામે છે.

અબુ ધાબીસ્થિત કેમિકલ એન્જિનિયર અર્ચના દેસાઈ-વ્યાસની પણ આરામદાયક જિંદગી હતી. મલ્ટિનૅશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો, અનેક દેશોમાં પ્રોજેક્ટ લીડર તરીકેનો અનુભવ, મોટા પગારની સિક્યોર્ડ નોકરી... બીજી કોઈ સ્ત્રી હોય તો વિચારે કે ઔર જીને કો ક્યા ચાહિયે?! પણ આ કમ્ફર્ટ ઝોન છોડીને અર્ચનાબહેન પોતાનું ડ્રીમ-પોતાનું મિશન પૂરું કરવા આદું ખાઈને લાગી પડ્યાં. નોકરિયાત બની રહેવાને બદલે બીજા માટે રોજગાર ઊભા કરવાના ધ્યેય સાથે એમણે કામ આદર્યું અને અનેક પડકાર વચ્ચે આ વર્ષે અબુ ધાબીમાં પેરામાઉન્ટ ટેક્નો-એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી નામની કંપની શરૂ કરીને એ આન્ત્રપ્રેન્યૉર બન્યાં.

એક તો એન્જિનિયરિંગ જેવું પુરુષપ્રધાન કાર્યક્ષેત્ર. બીજું, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)નાં ઉચ્ચ અને સખત ધારા-ધોરણ. એ વચ્ચે પણ ૪૪ વર્ષનાં અર્ચનાબહેને ગુજરાતીઓના કૉલર ટાઈટ થાય એવું કાર્ય એકલપંડે કર્યું છે. પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં અર્ચનાબહેન કહે છે:

This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 mins  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 mins  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 mins  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024