બુંદ કી બિગડી, હોજ સે નહી સુધરતી.. એવી એક પ્રચલિત ઉક્તિ છે. કંઈક એવો ઘાટ હમણાં ગુજરાતની ખેડા નગરપાલિકામાં થયો. ગુજરાતમાં સંભવતઃ પ્રથમ વાર આવું બન્યું.
એનાં મૂળ જો કે થોડાં વર્ષ પહેલાં નખાયાં હતાં. થયું'તું એવું કે ખેડા પાલિકાએ નગરજનોને મિનરલ વૉટર આપવા માટે વૉટર સરફેસિંગનું ટેન્ડર બહાર પાડ્યું. એમાં અમદાવાદની એક કંપની (કૉન્ટ્રાક્ટર)નું વર્ષ ૨૦૦૯માં ટેન્ડર પાસ થયું. એ માટે કૉન્ટ્રાક્ટરે મોટી રકમની ડિપોઝિટ મૂકી. પછી કામ શરૂ થયું, પરંતુ નવેક વર્ષ પહેલાં એક સરકારી નિર્ણયને પગલે કામ બંધ કરી દેવામાં આવ્યું.
એથી કૉન્ટ્રાક્ટરે ડિપોઝિટના અંદાજે ૩૩ લાખ રૂપિયા ખેડા પાલિકા પાસે પરત માગ્યા, પણ પાલિકાએ ન આપ્યા. ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆત પણ ફળદાયી ન નીવડી એટલે કૉન્ટ્રાક્ટરે ખેડા કોર્ટનો સહારો લીધો. તેમ છતાં પાલિકાએ ડિપોઝિટ પાછી ન આપી. વ્યાજ ઉમેરીને ૨કમ ૪૮ લાખ રૂપિયા સુધી પહોંચી. આખો વિવાદ છેવટે લવાદ સુધી પહોંચ્યો. તાજેતરમાં લવાદે કૉન્ટ્રાક્ટરને લેણી રકમની વસૂલાત માટે ખેડા પાલિકાની મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો. સ્વાભાવિક રીતે જ પાલિકા અને સરકારમાં હડકંપ મચી ગયો.
લવાદનો આદેશ થયો કે કૉન્ટ્રાક્ટરના માણસો ખરેખર ખેડા પાલિકાની ઑફિસનો સામાન લઈ ગયા.
લવાદના આદેશ પછી કૉન્ટ્રાક્ટર તો ખેડા પાલિકાની ઑફિસમાંથી ટેબલ, ખુરસી, કબાટ, તિજોરી, સોફા, ઍરકન્ડિશનર, કમ્પ્યુટર, પ્રિન્ટર, પંખા, ટ્યૂબલાઈટ તથા જેસીબી, ટ્રૅક્ટર, જેટિંગ મશીન, વગેરે લઈ ગયા. કોઈ કૉન્ટ્રાક્ટરે લેણાંની વસૂલાત માટે લવાદના આદેશથી પાલિકાની સંપત્તિ જપ્ત કરી હોય એવી ગુજરાતની આ સંભવતઃ પ્રથમ ઘટના હશે. કહી શકાય કે પાલિકા નગરજનોને પાણી ન આપી શકી, પણ કૉન્ટ્રાક્ટરના પૈસા પાછા ચૂકવવામાં ખુદ પાણીમાં બેસી ગઈ અને પરિણામે એની આબરૂ પણ બગડી.
જપ્તીની આ ચોંકાવનારી ઘટના પછી પાલિકાના અધિકારીઓએ લાળા ચાવ્યા કે પાલિકા ખોટમાં ચાલે છે. અમે કૉન્ટ્રાક્ટરને બાકી રકમ હપ્તાથી પરત આપવાની તૈયારી બતાવેલી. કૉન્ટ્રાક્ટરે પાલિકામાંથી ફર્નિચર, જેસીબી, વગેરે જપ્ત કર્યાં એનું વૅલ્યુએશન ઓછું દર્શાવ્યું છે. ગામ અને ગરીબોની સંસ્થા એવી પાલિકાનું ખરાબ દેખાય એ માટે કૉન્ટ્રાક્ટરે પાલિકાની સંપત્તિ જપ્ત કરી, વગેરે.
This story is from the August 29, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 29, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.