‘આ તો એવી વાત થઈ જાણે, બેગાની શાદીમેં અબદુલ્લા દીવાના.’ મિસિસ મારફતિયાએ ફરિયાદના સૂરમાં કહ્યું.
‘ના, ના... અહીં બીજી કોઈ કહેવત આવશે, જેમ કે કાજી ઈતને દુબલે ક્યોં? ક્યોંકિ સારે ગાંવ કી ફિકર.’ મોતીવાલાએ સુધારો કર્યો.
‘તેલ પીવા ગઈ કહેવત ન બેસતી હોય તો. આવડા આ સરખા બેસતા હોય તો આપણે કહેવતો યાદ કરવાની જરૂર જ ન પડે.’ મિસિસ મારફતિયા ચિડાઈને બોલ્યાં. અમે બધાએ પ્રફુલ્લ મારફતિયા સામે જોયું.
પ્રફુલ્લે જવાબ આપ્યો: ‘ખોટી વાત મારાથી સાંભળી નથી લેવાતી!’ બોલતાં પ્રફુલ્લે પીડાથી ઊંહકારો ભર્યો. એના ડાબા હાથે પાટો બાંધ્યો હતો, ત્યાં કદાચ દુખાવો ઊપડ્યો હશે.
આ પ્રફુલ્લ મારફતિયા પણ અજબ નમૂનો હતો. એનું રહેવાનું મુંબઈના પરા મલાડમાં અને કામે જાય મરીન લાઈન્સ. એની સમસ્યા લોકલ ટ્રેનમાં થતી. પ્રફુલ્લની આદત એ હતી કે ટ્રેનમાં કોઈ વિવાદ કે ટંટો થાય એમાં એ ઝંપલાવી દે. એને એમ લાગે કે કોઈ ફાલતુ દલીલ કરી રહ્યું એનાથી સહન ન થાય. ભલે લડનારા લોકો અજાણ્યા હોય, એ આ ખોટી વાત છે એમ બૂમ પાડતાં ચાલુ ઝઘડામાં સામેલ થઈ જાય અને એટલા ઝનૂનથી દલીલો કરે કે મૂળ ઝઘડો કરનારા બાજુમાં સાથે ઝઘડાનો નવો મોરચો રહી જાય અને પ્રફુલ્લ ખૂલી જાય.
પ્રફુલ્લ બોલવામાં એટલો રફ કે જેના પક્ષે બોલતો હોય એને પણ માઠું લાગી જાય, જેમ કે આ ભાઈ દેખાવે મૂર્ખ લાગે છે, પણ વાત એમની સાચી છે કે પછી કોઈ માણસ ઓછો સ્માર્ટ હોય એને તમે આમ મોટા અવાજથી ચૂપ કરો છો એ બરાબર નથી. એ આવું બોલે એટલે જે ઝઘડી રહ્યા હોય એ બન્ને પક્ષના લોકો સંપીને પ્રફુલ્લ સાથે લડવા માંડે અને ક્યારેક વાત હાથોહાથની મારામારી સુધી પહોંચી જાય. પ્રફુલ્લ એકલો પડી જાય અને માર ખાય. આમ મહિનામાં બે-ત્રણ વાર પ્રફુલ્લ ઘાયલ થઈ ટ્રેનની બહાર નીકળે. પ્રફુલ્લ સાથે એનાં પત્ની મંજુલા મારફતિયા આ ફરિયાદ લઈ અમારી કન્સલ્ટન્સીએ આવ્યાં હતાં.
પ્રફુલ્લનું શરીર કંઈ બહુ ખડતલ નહોતું, જે આવી સડકછાપ મારામારીમાં ઝીંક ઝીલી શકે. અત્યારે પણ આવી જ રીતે કોઈના મારથી હાથ ભાંગી એ હાથ પાટો બધાવી અમને મળવા આવ્યો હતો. મેં કહ્યું: ‘આવા નાજુક શરીર સાથે તમે અજાણ્યા લોકો સાથે ટંટો વહોરી લો એ બરાબર નથી.’
‘નહીં તો શું વળી!’ મંજુલા મારફતિયાએ કહ્યું: ‘રોટલા પર દાળ નહીં અને મિજાસનો પાર નહીં.’
This story is from the September 12, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 12, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In