રસ્તે થતી હજારો દુર્ઘટના આપણું કેટલું માનવધન છીનવી લે છે અને કેટલાને કાયમ માટે પરવશ બનાવી દે છે!
Chitralekha Gujarati|September 26, 2022
ઢોર રસ્તા પર એવાં વટથી બેઠાં હોય જાણે એ રસ્તા નહીં, બલકે પાલિકાએ ખાસ ઢોરના લાભાર્થે બનાવેલા બગીચાના બાંકડા હોય
રસ્તે થતી હજારો દુર્ઘટના આપણું કેટલું માનવધન છીનવી લે છે અને કેટલાને કાયમ માટે પરવશ બનાવી દે છે!

આ જે મામલો છે ફરજના પાલનનો એ જનતા કરતાં શાસકોને વધુ લાગુ પડે છે. શાસકો ચાહે કોઈ પક્ષના હોય, સામાન્ય રીતે એ નિર્લેપ હોય છે. એ જાણે છે કે પબ્લિક એવું નથી વિચારવાની કે આમના રાજમાં ઓછા અકસ્માતો થયા એટલે એમને વધુ મત આપીએ અને આમના રાજમાં વધુ અકસ્માત થયા એટલે એમને ઓછા મત આપીએ. માર્ગ અકસ્માત ચૂંટણીનો મુદ્દો નથી બનતા માટે શાસકોને મન એનું ઝાઝું મહત્વ નથી હોતું.

બાકી, માર્ગ અકસ્માતો ટાળવાના મામલે એવી અનેક બાબતો છે, જેની જવાબદારી શાસનની જ છે. આ છે એ બાબતો:

(૧) સામાન્ય રીતે ખાડાવાળા રસ્તાઓનાં સમારકામ માટે જાણે મુહૂર્ત જોવાતું હોય છે. એ મુહૂર્તો આવાં હોય છેઃ નેતાના આગમન વખતે, ચૂંટણીના થોડા મહિના પહેલાં, ગણેશોત્સવ શરૂ થાય એના થોડા દિવસો પહેલાં... આવાં નિમિત્તો ન ઊભાં થાય ત્યાં સુધી ખાડા પડવા દેવાના અથવા તો ખાડા પૂરવાના જ નહીં? ખાડાને લીધે લોકોને પડવા દેવાના? મરવા દેવાના?

(૨) શાસન એવા તે કેવા રસ્તા બનાવે કે થોડા મહિના કે વરસોમાં એમાં ખાડાની ભરમાર સર્જાય? સૌ જાણે છે કે રસ્તા બનાવવામાં કેવો-કેવો ભ્રષ્ટાચાર થતો હોય છે! આવો જાનલેવા ભ્રષ્ટાચાર કરનારાઓએ એ સમજવા જેવું છે કે છેવટે ઉપરવાળા પાસે જવાનું છે અને ત્યાં જવા માટે નથી હાથી, નથી ઘોડા. ત્યાં પૈદલ જ જવાનું છે ખાડાવાળા માર્ગે!

This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.