થાક જો લાગે કદી અખબારનાં પાનાં ઉપર
સાવ અંગત કોઈની નામાવલીમાં આવજે,
જે તને ગમતા હોય એવા વેશ લેજે તું બધે
પણ ફક્ત અશરફ રૂપે એની ગલીમાં આવજે.
- અશરફ ડબાવાલા
મુંબઈ જેવાં મેટ્રો શહેરોમાં હાડમારીનો થાક વર્તાય એ સ્વાભાવિક છે. પરાવિસ્તારથી તળ મુંબઈ કારમાં જતો માણસ બે કલાકમાં બેઠાં બેઠાં થાકી જાય. જો કે કોરોના મહામારી પછી ટ્રેનની આવન-જાવનમાં દૈનિક મુસાફરોની સંખ્યા ઘટી છે. સવારના રશ અવર્સ દરમિયાન ટ્રેનમાં ચઢવું ગિરનાર ચઢવા જેવું અઘરું કાર્ય હોય છે, પરંતુ હવે એમાં થોડી હળવાશ આવી છે. એક વેપારી મિત્ર પાસેથી જાણવા મળ્યું કે મજૂરવર્ગનો એક હિસ્સો મહામારીના સમયમાં વતન ગયો એ પાછો આવ્યો જ નથી, જેને કારણે વેપારધંધામાં શ્રમિકોની સમસ્યા નડે છે.
સમસ્યા પ્રવેશે પછીનું પગલું એના ઉકેલ કે સમાધાનનું હોય. જે ક્ષેત્રમાં કારીગરકૌશલ ઓછું હોય ત્યાં યંત્રો સ્થાન લેવા માંડ્યાં છે. રોબોટિક્સની શાખા ખાસ્સી વિસ્તરી રહી છે. રોબો થાકતા નથી. આપણે માણસ છીએ એટલે આપણને થાક લાગવાનો. કદાચ એટલે જ રવિવારની રચના થઈ છે. એકવિધતા આવે તો પોરો ખાવા થોડો સમય જોઈએ. કામ અને વિશ્રામ વચ્ચેનું સંતુલન જીવનશૈલી ઘડે છે.
કામ કરવાનો સંતોષ નવી ઊર્જા ભરે. ઘણી વાર તો કામ જ આપણા હોવાનું વજૂદ બની જાય. ૮૫ વર્ષના એક દાદાને પેટ્રોલ પંપ પર સહર્ષ કામ કરતા જોઈને થયું કે પ્રવૃત્તિ છે એટલે જ એમનું હલનચલન અને જીવંતતા અકબંધ છે. અમિતાભ બચ્ચન ૭૯ વર્ષની ઉંમરે પણ સુપર સક્રિય છે.
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.