રસ્તો બદલાશે, લોકસેવાના ઈરાદાનો મુકામ એ જ રહેશેઃ રિવાબા
Chitralekha Gujarati|December 05, 2022
સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્નીને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કરતાં જામનગરની વિધાનસભા બેઠક તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે. સામે બબ્બે સક્ષમ ઉમેદવારો છે, જેમનું પત્તું કપાયું એ ધારાસભ્ય હકુભા જાડેજાની નારાજગી છે અને ઘરમાં જ સગાં નણંદબા છે, જે કોંગ્રેસનાં પ્રચારપ્રમુખ છે. જો કે રિવાબા પોતાની જીત માટે વિશ્વાસ ધરાવે છે.
મુલાકાતઃ દેવેન્દ્ર જાની (જામનગર)
રસ્તો બદલાશે, લોકસેવાના ઈરાદાનો મુકામ એ જ રહેશેઃ રિવાબા

ગૃહપ્રધાન અમિત શાહ સાથે: મને ભાજપનો અભિગમ ગમ્યો એટલે..

ગુજરાતના જામનગર (ઉત્તર)ની બેઠક પર ભાજપના સેલિબ્રિટી ઉમેદવાર સામે એમનાં જ સગાં નણંદ ચૂંટણીપ્રચારનું મેદાન ગજાવી રહ્યાં હોવાથી સૌકોઈની નજર છે. વાત છે રિવાબા જાડેજાની. રાજકારણનો રંગ ઘરના ઉંબરા સુધી પહોંચ્યો છે કે નહીં? રાજકારણમાં આવવાનું કેમ પસંદ કર્યું? આવા અનેક સવાલના નિખાલસ જવાબ રિવાબાએ ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે ચિત્રલેખાને એક ખાસ મુલાકાતમાં આપ્યા છે.

જામનગરના પૉશ એરિયા પંચવટી સોસાયટીમાં એક આલીશાન બંગલાની સામે અમે પહોંચ્યા. ચૂંટણીના ઘોંઘાટ વચ્ચે બપોરે અહીં વાતાવરણ શાંત હતું. બંગલા પર કોઈ પક્ષનાં બૅનર, ધ્વજ એવું કશું જ જોવા ન મળ્યું. આમ તો કોઈ મોટા રાજકીય પક્ષના ઉમેદવારનું આ ઘર હોય એવું લાગે જ નહીં. વેલ, અમે બંગલામાં પ્રવેશ કર્યો.

‘બાપુ છે ઘરે?’ એવા સવાલ સામે ‘એક મિનિટ ઊભા રહો..' એવો જવાબ વાળી દરવાજે ઊભેલા એક યુવાને કોઈની સાથે વાત કરી કહ્યું: ‘હા, છે. આવો અંદર..’ એ યુવાન સમજી ગયો હતો કે અમે જાડેજાબાપુને નહીં, પણ બાને મળવા આવ્યા છીએ! પાંચેક મિનિટ બાદ એ યુવાન અમે જેમને મળવા માગતા હતા એ રિવાબા જાડેજા બેઠાં હતાં ત્યાં અમને દોરી ગયો.

‘જય માતાજી..’ સાથે અમારી મુલાકાત શરૂ થઈ. વચ્ચે વચ્ચે રિવાબાનો ફોન રણકતો રહ્યો. એમને એક ચૂંટણીસભામાં જવાનું હતું, પણ ચિત્રલેખાના તમામ સવાલના જવાબ સહેજ પણ ઉતાવળ વિના એમણે આપ્યા.

ચિત્રલેખા પ્રમાણમાં ઘણી નાની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી. કેવું લાગે છે?

રિવાબાઃ

This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 mins  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 mins  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 mins  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024