આસામ-મેઘાલયના સરહદી ઝઘડાનો દેવ પહોંચ્યો જંગલમાં: વન વિભાગની કચેરીને આગ લગાડવામાં આવી.
હજી તો આઠ મહિના અગાઉ બન્ને રાજ્ય વચ્ચે સમાધાન થયું હતું ત્યાં આસામ અને મેઘાલયના સીમાડે હમણાં ફરી ભડકો થયો. આ વખતે વિવાદ જો કે બે રાજ્યો વચ્ચેના સરહદી ઝઘડાનો નહોતો, પણ ગેરકાયદે થતી લાકડાંની હેરફેર રોકવાને લગતો હતો એવી સ્પષ્ટતા મોડે મોડે કરવામાં આવી. કારણ જે હોય તે, સવા-દોઢ જ વર્ષના ગાળામાં ઈશાન ભારતમાં બીજી વાર હિંસા ફાટી નીકળી, બે રાજ્યોનાં પોલીસદળ વચ્ચે ગોળીબાર થયો અને છ લોકોના જાન ગયા એ હકીકત છે.
આસામ અને મેઘાલય વચ્ચેનું બાધણું તો આમેય બહુ જૂનું છે. આસામ પહેલેથી બ્રિટિશ શાસનનો ભાગ નહોતું. વર્ષો સુધી અહોમ વંશના મોવડીઓનું ત્યાં રાજ ચાલતું અને બ્રિટને એ વિસ્તારને તાબામાં લીધા પછી ક્યારેક એને બંગાળનો ભાગ બનાવ્યું તો વચ્ચે થોડાં વર્ષ એને બંગાળથી અળગું કરી નાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે આસામનો સિલ્ફટ જેવો મહત્ત્વનો પ્રાંત પૂર્વ પાકિસ્તાનના ફાળે ગયો. ૧૯૫૦માં આસામ વિધિવત્ ભારતમાં ભળ્યું ત્યાં ચીને ઈશાન ભારત પર આક્રમણ કર્યું અને એ પછી વ્યવહારમાં સરળતા રહે એ માટે આસામમાંથી મેઘાલય, મણિપુર અને ત્રિપુરા એ ત્રણ રાજ્ય છૂટાં કરવામાં આવ્યાં તો અરુણાચલ અને મિઝોરમ કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત થયાં. આમ મૂળ આસામ ઘસાઈ–કપાઈને અડધું થઈ ગયું.
This story is from the December 12, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 12, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.