ઈન્દિરાબહેન ભટ્ટ: નિર્ધન નારીના જીવનમાં આનંદની રંગોળી પૂર્યાનો સંતોષ
Chitralekha Gujarati|January 30, 2023
૮૫-૮૫ વર્ષ સમાજ માટે સમર્પિત કરનારાં, ૩૦૦થી વધુ બહેનોને નાની-મોટી રોજગારી આપનારાં તથા હજારો બાળકોને હસ્તકળાની તાલીમ આપનારાં આ નારીનો જીવનમંત્ર છેઃ ‘કોઈ નોંધ લે કે ન લે, કરવાનું છે તે કરતાં રહીએ..’
જયેશ દવે
ઈન્દિરાબહેન ભટ્ટ: નિર્ધન નારીના જીવનમાં આનંદની રંગોળી પૂર્યાનો સંતોષ

ઈન્દિરા માનભાઈ ભટ્ટ.. આ નામ ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે સહેજે અજાણ્યું નથી. અનેકવિધ પ્રવૃત્તિથી ધમધમતી અને અવૈધિક તાલીમના વિશ્વવિદ્યાલય તરીકે જાણીતી શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટનાં પુત્રી ઈન્દિરાબહેન પિતાના પગલે આજીવન માનવસેવા માટે ભેખ ધરીને કામ કરી રહ્યાં છે. ભગવાં વસ્ત્રો પહેરનારાં ઈન્દિરાબહેન દિવ્ય જીવન સંઘ સાથે સંકળાયેલાં છે.

શિશુવિહારની સ્થાપના થઈ ત્યારે ઈન્દિરાની વય તો હજી માંડ એક વર્ષની. જો કે ઘરના વાતાવરણને કારણે બાળપણથી જ એમના જીવનમાં સેવાનાં બીજ રોપાઈ ગયેલાં. અત્યારે એ સંસ્થાનાં સહમંત્રી તરીકે કાર્યરત છે. સેવા કરવાની એમની લગન એવી પ્રગાઢ રહી કે લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એનો કોઈ વસવસો કે અભાવ પણ એમના જીવનમાં ક્યારેય દેખાયો નથી.

સ્વાવલંબનના સંસ્કાર ઈન્દિરાબહેનને પોતાના પિતા માનભાઈ પાસેથી મળ્યા તો ધર્મપ્રેમ અને કળાના ગુણ માતા હીરાબહેન પાસેથી વારસામાં મળ્યા. સંસ્થામાં કોઈ કાર્યકર હાજર હોય કે ન હોય, એ પોતે ટેબલ પર બટવા, પાકીટ, વૉટરબૉટલ કવર, આસન, વગેરે ગોઠવીને વેચાણ માટે જાતે ઊભાં રહે. વળી, કામમાં ચોકસાઈ પણ ગજબની. બહેનોએ તૈયાર કરેલી ચીજવસ્તુની ગુણવત્તા જાતે ચકાસે તો સાથે જ એ બહેનોને વળતર સમયસર મળી જાય એની કાળજી પણ પૂરેપૂરી લે.

માતા હીરાબહેન ઘરની બહાર દરરોજ પાન, ફૂલની રંગોળી કરતાં. આ પરંપરા ઈન્દિરાબહેને પણ જાળવી છે. એમના ઘરની બહાર લ, પાન અને ચિરોળીની રંગોળી ૩૬૫ દિવસ જોવા મળે. એ પ્રિયદર્શિનીને કહે છે: ‘બીજાના જીવનમાં આનંદની રંગોળી પૂરવાના પ્રયત્નથી મારા જીવનમાં આનંદની રંગોળી પુરાય છે.’

This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024