વાર્તાપર્વ.. આવો ઉપક્રમ જરા હટકે લાગે વા અને એક મિનિટનો શૉર્ટ વિડિયો પણ પૂરો જોવામાં કંટાળો આવે એવા સમયમાં બીજાની વાર્તા સાંભળવા માટે હાઉસ પૅક શ્રોતાઓ હાજર રહે એ આનંદપ્રદ ગણી શકાય. આ કાર્યક્રમ યોજાયો ભાવનગરમાં ગદ્યસભાના ઉપક્રમે.
૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ શહેરો અને ગામોમાં કાર્યક્રમ યોજાવાના છે. ક્યાંક ક્યાંક તો અઠવાડિયા અગાઉથી એવા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. એમાં વાત ભાવનગરની એટલા માટે કે સાતેક લાખની વસતિ ધરાવતા આ શહેરમાં સાહિત્યની પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. આવી પ્રવૃત્તિ અને એની ફળશ્રુતિની ગણતરી માંડીએ તો ભાવનગર સમગ્ર ગુજરાતમાં આ માટે ટોચ પર ગણી શકાય.
તો શું છે આ ભાવનગરમાં? બાર ગાઉએ બોલી બદલાય.. આ જાણીતી કહેવત છે અને એ સાચું પણ છે. ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો કેટલાક પ્રદેશોની બોલી તો એવી છે કે બીજા પ્રદેશના લોકો સમજી પણ ન શકે. એટલે કે લખાય છે એવું જ બોલાતું નથી. એક સર્વે મુજબ, ગુજરાતી ભાષામાં સૌથી શુદ્ધ બોલી ભાવનગરમાં બોલાય છે અને એનું કારણ કદાચ એ જ છે કે અહીં સાહિત્યપ્રવૃત્તિ સતત ચાલતી રહે છે અને ભાષા સાથેનું કામ કોઈ ને કોઈ સ્વરૂપે થતું રહે છે. અહીં ચાલતી બુધસભા, ગદ્યસભા કે કવિતાકક્ષ જેવી પ્રવૃત્તિને એમાં મોખરે ગણી શકાય.
બુધસભા, કવિતાકક્ષ તથા ગદ્યસભા જેવી નિયમિત ચાલતી પ્રવૃત્તિ એ ભાવનગરને મળેલા સાહિત્યવારસાનું પરિણામ છે.
કળા સાંસ્કૃતિક નગરી અને એક સમયે ગઝલના મક્કા તરીકે જાણીતા ભાવનગર સ્ટેટના મહારાજા વજેસિંહજી રાઓલ મોતી પેલેસ ખાતે કવિઓ, સાહિત્યકારોને મળતા. એ સમયે ઉમદા કવિઓ આ સભામાં આવતા. આ બંગલો બુધવારિયા બંગલા તરીકે જાણીતો થઈ ગયો હતો. જો કે સમય જતાં આ પ્રવૃત્તિ બંધ પડી. વચ્ચેના સમયમાં નાના-મોટા પ્રયત્ન થયા, પરંતુ એ સતત ન ચાલ્યા. આખરે શિશુવિહારમાં આચાર્ય તખ્તસિંહજી પરમારે આ બુધસભાને નવસંસ્કરણ સાથે કાર્યાન્વિત કરી. એ દિવસ હતો પાંચ નવેમ્બર, ૧૯૮૦... અને ત્યારથી આજ સુધી આ બુધસભા અવિરત ચાલી રહી છે.
This story is from the February 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?