નામ એમનું ડૉ. ભૈરવી જોશી. વ્યવસાયથી તો એ દાંતનાં ડૉક્ટર છે. વલસાડ અને સુરત જિલ્લામાં ડેન્ટિસ્ટ તરીકે સારી ખ્યાતિ છે - વ્યવસાયથી તો એ દાંતનાં ડૉક્ટર એમની. જો કે એમની સાચી ઓળખ સાઈકલપ્રેમીની છે. સાઈકલ અવેરનેસ માટે એમના પગનાં પૈડાં સતત દોડતાં રહે છે. એમની આ પ્રવૃત્તિને ભારત સરકાર દ્વારા પણ બિરદાવવામાં આવી છે. એ નેધરલૅન્ડ્સ (હોલૅન્ડ)સ્થિત BYCS સંસ્થાના વલસાડનાં મેયર અને BYCS ઈન્ડિયા ફાઉન્ડેશનનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને ડિરેક્ટર છે. આજે પ્રિયદર્શિનીને એ એમની સાઈકલની સફરે લઈ જવા તૈયાર છે.
મૂળ વલસાડનાં ભૈરવીનો જન્મ વડોદરામાં. પપ્પા અરુણભાઈ નાયક મિકેનિકલ એન્જિનિયર અને માતા ઉષાબહેન સરકારી હૉસ્પિટલમાં જનરલ ફિઝિશિયન. ભૈરવીનો સ્કૂલનો અભ્યાસ વડોદરાની ભારતીય વિદ્યા ભવનમાં. ભણવા સાથે એમણે કબડ્ડી, બાસ્કેટ બૉલ, સ્કેટિંગ, ડ્રામા, વગેરેમાં નિપુણતા કેળવી. ત્યાર બાદ જામનગરની ડેન્ટલ કૉલેજમાંથી બેચલર ઑફ ડેન્ટલ સર્જ્યન (BDS)ની ડિગ્રી મેળવી. એમાંય પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી વિષયમાં ઑલ ઈન્ડિયા લેવલ પર સૌથી વધુ માર્ક્સ (૭૨ ટકા) મેળવ્યા. વર્ષ ૧૯૯૮માં વલસાડના જાણીતા 8 ફિઝિશિયન ડૉ. કલ્પેશ જોશી સાથે લગ્ન થયાં. વર્ષ ૨૦૦૪ સુધી કસ્તુરબા હૉસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કર્યા પછી પોતાનું ધ્રુવી ડેન્ટલ ક્લિનિક ચાલુ કર્યું અને હવે ૨૦૧૯થી લોટસ ડેન્ટલ હૉસ્પિટલ ચલાવે છે..
આ તો છે એમની બાળપણની અને તબીબી લાઈફ, પણ ભૈરવીબહેનના જીવનમાં સાઈકલ કઈ રીતે પ્રવેશી એ જાણવું ઘણું રસપ્રદ છે.
બન્યું એવું કે ૨૦૧૦માં ભૈરવીબહેનની નાની દીકરી વૈશ્વીનો જન્મ થયો. એ ગાળામાં એમનું વજન પચાસથી વધી ૮૬ કિલો થઈ ગયું. વજન ઉતારવાના ઉપાય રૂપે વૉકિંગ, રનિંગ, સાઈકલિંગ, યોગ બધું થતું, પણ એમાં સાઈકલ એમને વધારે ફાવી ગઈ અથવા કહો કે ડૉ. ભૈરવી સાઈકલના પ્રેમમાં પડી ગયાં!
This story is from the March 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?