સૌરાષ્ટ્રના નાના શહેર કોડીનારની એક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સપનું જુવે છે કે એક દિવસ સ્પોર્ટ્સના ફીલ્ડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવું છે. મધ્યમ વર્ગની આ દીકરીના વતનમાં ખેલસુવિધા બહુ પાંગળી હતી એટલે એના સપનાને વાસ્તવિકતાની પાંખો મળશે કે કેમ એ સો મણનો સવાલ હતો. અલબત્ત, એ કન્યાના કઠોર પરિશ્રમ અને અભૂતપૂર્વ આત્મવિશ્વાસનું નક્કર પરિણામ આવ્યું. આ દીકરી અર્થાત્ મનીષા વાળાએ કિક બૉક્સિંગની રમતમાં ઈન્ટરનૅશનલ કક્ષાએ ગુજરાતની ફર્સ્ટ ફિમેલ ફાઈટર બનવાની સિદ્ધિ મેળવી.
વિદેશમાં વર્ષોથી રમાતા આ ખેલને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા માન્યતા આપવા હજી ખાતાકીય પ્રક્રિયા ચાલી રહી છે. સમજો કે ગુજરાતમાં કિક બૉક્સિંગનો પાયો પણ નખાયો નથી ત્યાં મનીષા વાળાએ થોડા સમય અગાઉ થાઈલૅન્ડમાં યોજાયેલી કિક બૉક્સિંગ સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ મેળવી એની પ્રતિભાનો પરિચય આપ્યો. ૨૦ દેશોના ૫૦૦ ખેલાડીના સહભાગવાળી આ સ્પર્ધામાં મેડલ લીધા પછી મનીષા હવે આવતા નવેમ્બર દરમિયાન પોર્ટુગલમાં રમાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપની સ્પર્ધામાં શાનદાર દેખાવ કરવા માટે તૈયારી કરી રહી છે. અત્યારે એ વડોદરામાં કોચિંગ મેળવી રહી છે.
થાઈલૅન્ડમાં યોજાયેલી કિક બૉક્સિંગ સ્પર્ધામાં જીત્યા બે બ્રોન્ઝ મેડલ.
This story is from the March 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?