TryGOLD- Free

લો બોલો, ચીન કરી રહ્યું છે કૃત્રિમ સૂર્યનું નિર્માણ!
Chitralekha Gujarati|April 03, 2023
શું ફ્યુઝન પ્રક્રિયાથી સૂર્યને પૃથ્વી પર ઉતારવાની વાત વાસ્તવિકતા બની જશે?
- નિતુલ ગજ્જર
લો બોલો, ચીન કરી રહ્યું છે કૃત્રિમ સૂર્યનું નિર્માણ!

૧૯૫૦ના દાયકામાં અણુનો શાંતિમય ઉપયોગ કરવા માટે સ્વિત્ઝરલૅન્ડના જીનિવા શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. હોમી ભાભાએ કહ્યું હતું: ‘લૅબોરેટરીમાં ફ્યુઝન પાવરના વપરાશથી અવરિત ઊર્જા મળી રહે એ દિવસો દૂર નથી. બે દાયકાની અંદર આ પ્રયોગ સાકાર સ્વરૂપે સંભવ હશે.’

આ વાતનાં થોડાં વર્ષોમાં જ ડૉ. હોમી ભાભાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું એટલે ફ્યુઝન પાવર અને અવિરત ઊર્જાની એમની વાત સમય સાથે વિસરાતી ગઈ. એમણે કરેલી ફ્યુઝન પાવરથી અવિરત ઊર્જાની જાહેરાત તો પૂરા સાત દાયકાથી પ્રયોગની પ્રયોગ જ રહી છે, સાકાર નથી થઈ.

જો કે એવું નથી કે ડૉ. હોમી ભાભા કહેતા હતા એ ફ્યુઝન પાવરના પ્રયોગ કોઈએ કર્યા નથી. આજની તારીખમાં પણ ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણના પ્રયોગો તો ચાલી જ રહ્યા છે અને આ પ્રયોગોની સફળતાની અગાઉ ક્યારેય નહોતી એટલી શક્યતા હવે વર્તાઈ રહી છે.

શું છે ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણ?

ફ્યુઝન પ્રક્રિયા એટલે બે અણુના સંયોજન (ફ્યુઝન)થી ઊર્જાની ઉત્પત્તિ કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે આકાશમાં તપતો સૂરજ. સૂરજમાંની ફ્યુઝન પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલાં આપણે આપણા આ સૂરજદાદાને બરાબર જાણી લઈએ.

૭૮.૪ ટકા હાઈડ્રોજન અને ૧૯.૮ ટકા હિલિયમના બનેલા સૂર્યનું પેટાળ ૧,૫૦,૦૦,૦૦૦ સેલ્સિયસ તાપમાને તપે છે. આ ગરમી એટલી વધારે છે કે ત્યાંનો એક ટાંકણીના સૂક્ષ્મ ટપકા જેટલો પદાર્થ ૧૬૦ કિલોમીટર દૂરથી પણ માણસને રાખમાં ફેરવી શકે!

સૂર્યના કેન્દ્રમાં દબાણ દર ચોરસ ઈંચે ૩૩૦ કરોડ ટન જેટલું છે એટલે કે પૃથ્વીની સરખામણીએ એક લાખ ગણું વધારે છે. આ દબાણ વચ્ચે હાઈડ્રોજનના અણુ એકબીજા સાથે ચોંટીને (ફ્યુઝ થઈને) નવું અણુમાળખું બનાવે છે. પ્રતિ મિનિટે ૪૦ અબજ ટન જેટલા હાઈડ્રોજનના અણુ ફ્યુઝ થઈને હિલિયમમાં રૂપાંતરિત થાય છે.

આ પ્રક્રિયામાં ૪૦ અબજ ટન હાઈડ્રોજનના અણુ સામે બરાબર એટલો જ હિલિયમનો પુરવઠો નિર્માણ નથી થતો, પણ પ્રક્રિયા દરમિયાન થોડોક હિસ્સો રહી જાય છે, તો આ હિસ્સાનું શું થાય છે? વેલ, આગળ જાણીએ.

This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 mins  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 mins  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 mins  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 mins  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 mins  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 mins  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more