ખુશ્વી ગાંધી: હિસાબના કાળા-ધોળા પર એ રાખે છે બાજનજર
Chitralekha Gujarati|April 03, 2023
પિતા પાસે નાનપણથી સમાજસેવાના પ્રેક્ટિકલ પાઠ ભણનારી આ મુંબઈકર આગળ જતાં પ્રશાસન સેવામાં પ્રવેશીને દેશની સેવા કરવાનું સપનું જુએ છે.વખત જતાં ‘યુપીએસસી'ની પરીક્ષા પાસ કરીને એ રેવન્યૂ સર્વિસ ઑફિસર બને છે. મળીએ, અત્યારે મુંબઈના જોઈન્ટ ઈન્કમ ટૅક્સ કમિશનરના હોદ્દે બિરાજતી આ ગુજરાતી યુવતીને.
સમીર પાલેજા
ખુશ્વી ગાંધી: હિસાબના કાળા-ધોળા પર એ રાખે છે બાજનજર

સ્કૂલના મિત્રો મૂવી જોવા કે પાર્ટી મનાવવા જતાં ત્યારે ખુશ્વી એના પિતાની આંગળી ઝાલીને પબ્લિક મીટિંગમાં જતી. મતદાનની ટકાવારી વધારવા માટેનું વોટ મુંબઈ કૅમ્પેન હોય, મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સામાન્ય મતદારને ઉમેદવાર બનાવીને એને જિતાડવાની જીદ હોય કે પછી અન્ય કોઈ સમાજસેવાનાં કામ, દીકરી ખુથ્વી હંમેશાં એના પપ્પા મયંક ગાંધીનો પડછાયો બનીને રહેતી.

આવાં કોઈ પણ કૅમ્પેન કે ચર્ચાસત્રમાં પપ્પા માટે નોટ્સ બનાવવાનું કામ ખુથ્વી ખુશીથી કરી આપતી. સમજો કે ૧૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં ખુશ્તીએ નાગરિકશાસ્ત્રનો બહોળો પ્રેક્ટિકલ અનુભવ લઈ લીધો.

કટ ટુ ૨૦૧૦..

ખુશ્વી કેન્દ્રીય લોકસેવા આયોગ (યુપીએસસી)ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે છે, પણ એની મેઈન્સ પરીક્ષામાં ફરજિયાત ભારતીય ભાષા તરીકેના ગુજરાતીના પેપરમાં એ નપાસ થાય છે એટલે બીજા વિષયનાં પેપર્સ ચેક જ નથી થતાં. નિરાશ થયા વિના ખુથ્વી ચુપચાપ ગુજરાતી પાક્કું કરવા બેસી જાય છે. બીજા વર્ષે એ પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યૂ ત્રણેય પાસ કરીને ઑલ ઈન્ડિયા લેવલે ૨૫૫મી રૅન્ક મેળવે છે. એને ઈન્ડિયન રેવન્યૂ સર્વિસિસ (ઈન્કમ ટૅક્સ)માં પ્રવેશ મળી જાય છે.

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે ખુશ્વી ગાંધીને એમની જાહેર સેવા બદલ સમ્માનિત કરાયાં હતાં.

પિતા મયંક ગાંધીના જૂહ-મુંબઈસ્થિત નિવાસસ્થાને પ્રિયદર્શિની સાથે વાત કરતાં ખુથ્વી કહે છેઃ ‘આઈએએસ પછી સેકન્ડ ચૉઈસ તરીકે મેં રેવન્યૂ સર્વિસિસ જ રાખેલી, કેમ કે એનાથી ઉપરની ગણાતી ફોરેન સર્વિસ જોઈન કરીને વિદેશ જવું નહોતું અને પોલીસ અધિકારી-આઈપીએસ તરીકેનું કાર્ય મારા સ્વભાવમાં નહોતું.’

ખુશ્વી ઉમેરે છે કે રેવન્યૂ અધિકારી તરીકેનો અમારો ફાઉન્ડેશન કોર્સ હૈદરાબાદમાં થયો હતો. એક સિવિલ સર્વન્ટમાં જરૂરી એવી વિશિષ્ટતા તથા ચરિત્ર ઉપસાવવા માટેનો એ અભ્યાસક્રમ અત્યંત રસપ્રદ હતો. અમને તાલીમ આપવા ભારતના બેસ્ટ થિન્કર્સ આવતા. અનેક રાજ્યના રાજ્યપાલો, અરે! સ્વયં રાષ્ટ્રપતિ સાથે ચર્ચાસત્ર યોજાતાં. ઉદ્યોગજગત ને આઈઆઈએમ જેવી ટૉપ ઈન્સ્ટિટ્યૂટના પ્રશિક્ષકો સાથે સેશન્સ યોજાતાં.

This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024