આશીનાં અમેરિકાસ્થિત માસીના દીકરા સમીર ઉર્ફે સૅમનાં લગ્ન નક્કી થવાથી માસીએ આશીને ફોન કરી ખુશખબર આપ્યાઃ ‘તારે અને અમિતે લગ્નમાં આવવાનું જ છે. એ બહાને અમેરિકાય ફરી લેવાશે. મુકેશભાઈ, ગીતાબહેન અને બાપુજી સૌ સાથે આવો. ઓકે? આંલ આર મોસ્ટ વેલકમ.'
સાંભળીને અમિત ઊછળી પડ્યો, પણ શાંતિલાલભાઈ ઢીલા પડ્યાઃ ‘તમે ચારેય જઈ આવો. મારે આટલી લાંબી મુસાફરી નથી કરવી. મારી ચિંતા ના કરશો. હું આપણા ગામે જઈને મોજથી રહીશ.’
માસીને ત્યાં ન્યુ જર્સી જતાં પહેલાં અમેરિકાનાં અમુક સ્થળોની ટુર લેવાય એ મુજબ એ અમિતે પ્લાન તૈયાર કર્યો અને અમેરિકાના વિઝા માટે ઍપ્લિકેશન કરી દીધી. ગીતાબહેને ત્યાં પહેરવાનાં ખાસ વસ્ત્રોની ખરીદી કરવા માંડી. આશીએ પ્રસંગાનુસાર ખરીદી કરી પોતાની બેંગ ગોઠવવા માંડી. શાંતિભાઈ વતન ખંભાત જવા ઊપડ્યા અને ગારોડિયાપરિવારના બાકીના ચાર સભ્યો મુંબઈથી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમેરિકા જવા રવાના થયો.
'દરેક પોતાનો પાસપોર્ટ ખાસ સાચવીને રાખજો.’ અમિતે નીકળતાં પહેલાં સૂચના આપી. ઍરપોર્ટમાં દાખલ થતાં અમિતે બધાની ટિકિટો બતાવી. સિક્યોરિટી સ્ટાફે પાસપોર્ટ તપાસવા માગ્યા. દરેકના પાસપોર્ટ પોતપોતાની પાસે હતા. અમિત, આશી અને મુકેશભાઈ એ બતાવીને દાખલ થઈ ગયાં, પણ.. ગીતાબહેને આમ શોધ્યું-તેમ શોધ્યું, પણ પાસપોર્ટ જડે નહીં.
બહોત જ્યાદા સંભાલ કે રખા હૈ ઈસલિયે અબી મિલતા નહી હૈ. હમારા સબ ઘરવાલા ગયા. હમકો જાને દો. ફિર પાસપોર્ટ મિલ જાયેગા તો હમ બતા જાયેગા તભી દેખ લેના. જૈસી મેં દિખતી હું વેસી અચ્છી ફોટો ઉસમેં નહી હૈ.’ ગીતાબહેને પર્સ, હૅન્ડબૅગ, બેંગ બધું ફંફોસ્યું, પણ એમ પાસપોર્ટ તપાસ્યા વગર પેલો દાખલ શેનો થવા દે. આશી મદદે આવીઃ ‘યાદ કરો મમ્મીજી, ક્યાં રાખેલો?'
‘એ જ યાદ નથી આવતું.’ ગીતાબહેન બોલ્યાં. આ તરફ અમિત ઉતાવળો થયો. મુકેશભાઈ ગુસ્સે થયાઃ ‘તું અહીં રહી જા. અમે જઈએ.’
‘તમારે તો એ જ જોઈએ છે. તમતમારે જાવ, પણ પાસપોર્ટ મૂકેલો એ ગયો ક્યાં?’ બબડતાં ગીતાબહેનની આંખમાંથી બોર જેવડાં આંસુ ટપક્યાં. પાસપોર્ટ શોધવા એમણે બૅગનો બધો સામાન ખાલી કર્યો. આખી પર્સ ઊંધી વાળી. ક્યાંય ન દેખાયો.
છેવટે મોટી પર્સની અંદર નાની પર્સમાં સાચવીને રાખેલો પાસપોર્ટ મળ્યો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.