ઘણાં છોડ, વૃક્ષ ને વેલાના નવા રોપા મૂળ વનસ્પતિની ડાળીમાંથી તૈયાર કરી શકાય છે. ચોક્કસ રીતે ડાળીનો અમુક ભાગ કટ કરીને માટીમાં રોપી દેતાં એકાદ મહિનામાં એનો નવો રોપ બને છે. આવાં કટિંગ લગાડવા માટે વર્ષાઋતુ શ્રેષ્ઠ છે.
કટિંગ ત્રણ પ્રકારનાં હોય છેઃ સૉફ્ટ સ્ટેમ (પોચી ડાળી), સેમિ-હાર્ડ કે સેમિ-સૉફ્ટ સ્ટેમ (મધ્યમ ડાળી) અને હાર્ડ સ્ટેમ (કડક ડાળી).
જાડી, લીલી, સરળતાથી હાથ વડે તોડી શકાય એ ડાળી સૉફ્ટ સ્ટેમ. અજમો, મની પ્લાન્ટ, મોટા ભાગના હર્બ્સ અને ઈનડોર પ્લાન્ટ્સ આવી સૉફ્ટ સ્ટેમમાંથી જ વિકસે છે.
જાડી, બ્રાઉન અને થડની જેમ કડક છાલવાળી ડાળીને હાર્ડ સ્ટેમ કહે છે. ફ્રૂટ પ્લાન્ટ, સરગવો, જાસવંતી, ગુલાબ, લીંબુ, લીમડો, બોગનવેલ, વગેરેના રોપા તૈયાર કરવા માટે કે કલમ કરવા માટે હાર્ડ સ્ટેમ અનુકૂળ ગણાય છે.
જે ડાળી થોડી હાર્ડ થવા માંડી હોય અને ઉપરનો ભાગ થોડો લીલો હોય એ મધ્યમ ડાળી છે. ઉપરથી જાડી લાગતી આવી ડાળખીની અંદર પાણી હોય છે એટલે એ પોલી હોય છે. અરડૂસી, ચંપો, વગેરે પ્લાન્ટ એમાંથી બનાવી શકાય. આવી ડાળીની રોપણી ઑક્ટોબરમાં વધારે અનુકૂળ છે.
ડાળી કટ કરવા માટેનો મૂળ વૃક્ષ તંદુરસ્ત હોવો જોઈએ, એના પર ઑલરેડી ફ્રૂટિંગ કે ફ્લાવરિંગ થઈ ગયું હોવું જોઈએ. પેન્સિલ જેટલી જાડાઈવાળી ડાળી પસંદ કરવી. ડાળી પર નવી ડાળખી જ્યાંથી ફૂટે એ નોડ એટલે કે ગાંઠની એક ઈંચ નીચેથી ડાળીને ૪૫ અંશના ખૂણે કટ કરવી. આ કટિંગ છથી સાત ઈંચ લાંબું હોવું જોઈએ ને એમાં ત્રણથી ચાર ગાંઠ હોવી જોઈએ.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.