બે મહિના પહેલાં એટલે કે મે મહિનામાં નાશિકમાં ઘણા ખેડૂતોએ પોતે ઉગાડેલાં ટમેટાં રસ્તા પર ફેંકી દીધેલાં, કેમ કે મંડીમાં એમને કિલોદીઠ ફક્ત એક રૂપિયાની કિંમત ઑફર થઈ હતી. આવા ભાવમાં તો વાહનખર્ચ પણ ન નીકળે. એની પહેલાં ઓગસ્ટ, ૨૦૨૧માં નાશિક અને છત્રપતિ સંભાજી નગરના ખેડૂતોએ ટનબંધ ટમેટાં રસ્તે રઝળાવી દીધેલાં કે એમને કિલોએ બેથી ત્રણ રૂપિયાનો ભાવ ઑફર થયેલો. જો કે એ વખતે રિટેલમાં ગ્રાહકોને ૨૫-૩૦ રૂપિયે કિલો ટમેટાં મળતાં હતાં. ૨૦૧૭માં પણ આ પરિસ્થિતિ હતી.
આજે જો કે ટમેટાંના ભાવ અચાનક સેન્ચુરી, દોઢી સેન્ચુરી અને ક્યાંક ડબલ સેન્ચુરી ફટકારી રહ્યા છે ત્યારે અમુક ખેડૂતોને તડાકો પડ્યો છે, જેમ કે મહારાષ્ટ્રમાં । નજીક જુન્નરમાં ૧૨ એકરમાં ટમેટાં ઉગાડતા ગાયકરપરિવારે ત્રણ મહિનામાં ૧૩,૦૦૦ કૅરેટ ટમેટાં વેચીને દોઢ કરોડ રૂપિયાની આવક મેળવી છે. દક્ષિણ ભારતમાં ટમેટાંના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ગણાતા કર્ણાટકના કોલારમાં એક ખેડૂતે ચાલુ સીઝનમાં ૩૮ લાખ રૂપિયાનાં ટમેટાં વેચ્યાં. તેલંગણમાં તો ગજબ બન્યું. ૬૨ વર્ષના ખેડૂત નરેમ રાજશેખર રેડ્ડી પોતાનો ટમેટાંનો પાક મંડીમાં વેચીને રૂપિયા ૩૦ લાખ કમાઈને આવ્યો તો ચોરીના ઈરાદે એનું ખૂન થઈ ગયું.
મંગળવાર, ૧૮ જુલાઈની સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈની ગૃહિણીઓ દાળ-શાકમાં ટમેટાં નાખતી બંધ થઈ છે, કેમ કે એરિયા પ્રમાણે ટમેટાંના ભાવ સેન્ચુરીની ઉપર છે. શાકભાજીના જાણીતા વેપારી મનુભાઈ શાકવાળા ચિત્રલેખાને કહે છેઃ
‘વીસ-પચ્ચીસ દિવસ પહેલાં સુધી ટમેટાં વાજબી ભાવે મળતાં હતાં, પણ જૂનમાં પુણે, ગુજરાત, વગેરે સ્થળે મુશળધાર વરસાદ થવાને કારણે ટમેટાંના પાકને ખાસ્સું નુકસાન થયું. સમજો ૮૦ ટકા છોડ ખતમ થયા. બચેલા છોડમાં ફળ ઓછાં અને ઊતરતી ગુણવત્તાનાં આવ્યાં. પરિણામે ટમેટાંના ભાવ આસમાને ગયા. જો કે થોડા દિવસોમાં નાશિક અને બેંગલુરુનાં ટમેટાં આવવાનાં શરૂ થશે પછી ભાવ નીચે આવશે. જૂનના વરસાદમાં અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા હતા, છતાં હવે નાશિકથી નવો માલ આવતાં કોબી, દૂધી, ફ્લાવર જેવાં શાકના ભાવ ઘટવા માંડ્યા છે.
રસીલો છે ઈતિહાસ
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.