ગયા મહિનાની વાત. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા રાજ્યના નિવૃત્ત ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) કેશવ કુમારે આસામના એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન પર કહ્યું: ‘થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના ચંદ્રપુર નજીકના જંગલમાં એક વાઘનો શિકાર થયો હતો. એ વાઘનું ચામડું, હાડકાં, દાંત વેચવા અમુક લોકો તમારે ત્યાં કોઈ ગામમાં આવ્યા છે.. આવી માહિતી મારી પાસે આવી છે.’
આસામના પોલીસ અધિકારી ચોંકી ગયા. એમણે તરત પોતાના વિભાગને આ મામલાની તપાસનો આદેશ આપ્યો. પછીના દિવસોમાં કેશવ કુમારે ફરી પેલા અધિકારીને ફોન કરીને આરોપીઓનું લોકેશન આપ્યું. એ ટિપના આધારે આસામના ગુવાહાટીના અઝારા પોલીસસ્ટેશનના અધિકારીઓએ ધારપુર જિલ્લાના મેજેલી ગામમાં એક મકાન પર ત્રણેક દિવસ વૉચ રાખી. ત્યાં છુપાયેલા લોકો અને એમની પાસેથી વાઘનું ચામડું ખરીદવા આવનારા એ બન્નેને સાથે પકડવાનો પ્લાન હતો. જો કે ખરીદનાર ન આવ્યો એટલે ૨૮ જૂને ભાડાના ઘરમાં છાપો મારીને હરિયાણાવાસી ઓમપ્રકાશ (૪૫), રામુ દાસ (૪૦) તથા માયાદેવી, રાજવતી સહિત પાંચની ધરપકડ કરીને વાઘનું નવેક ફૂટ લંબાઈનું ચામડું તથા વીસેક કિલો હાડકાં અને દાંત જપ્ત કર્યાં. આરોપીઓ સામે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન મુજબ ગુનો નોંધવામાં આવ્યો. શિકાર કરવામાં આવેલો વાઘ બેંગાલ ટાઈગર હોવાનું અનુમાન છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ દાવો કર્યો અમને બિહારથી આ કન્સાઈનમેન્ટ મળ્યું, એ બદલ પચ્ચીસ હજાર રૂપિયા મળવાના હતા. શિલોંગનો એક રહેવાસી આ કન્સાઈનમેન્ટ ૧૭ લાખમાં લેવા આવવાનો હતો.
જો કે શિલોંગવાસી વ્યક્તિ આવે એ પહેલાં આસામ પોલીસે પહોંચી ગઈ. જાણવા મળ્યા મુજબ, વાઘનું ચામડું અને હાડકાં, વગેરે અવશેષો આસામથી શિલોંગ અને મ્યાનમારથી નેપાળ થઈને વિદેશમાં મોકલવાનો પ્લાન હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં એની અંદાજિત કિંમત પાંચેક કરોડ રૂપિયા થતી હોવાનું અનુમાન છે. જો કે ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારી કેશવ કુમારની માહિતી અને માર્ગદર્શનના લીધે વાઘનાં ચામડાં અને હાડકાંની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પ્લાન ચોપટ થઈ ગયો.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.