દાનવગુરુ શુક્રાચાર્ય પાસે દેવગુરુ બૃહસ્પતિનો દીકરો કચ સંજીવની વિદ્યા શીખવા આવ્યો. દાનવોને ખબર પડી ગઈ કે આ તો દેવપક્ષનો છોકરો છે અને એ સંજીવની વિદ્યા શીખવા આવ્યો છે. દાનવોએ પહેલી તકે કચને મારી નાખ્યો. એ ફરી કેમેય જીવતો ન થાય એવી ગણતરીથી દાનવોએ કચના શરીરના ટુકડા વરુને ખવડાવી દીધા.
જો કે દીકરી દેવયાનીના આગ્રહને માન આપીને શુક્રાચાર્યએ કચને જીવતો કર્યો અને કચ વરુના પેટમાંથી હેમખેમ બહાર આવી ગયો. આ બનાવ બાદ દાનવોએ બીજી વાર કચને માર્યો ત્યારે એમણે બેવડે નહીં, પણ ત્રેવડે દોરે કામ લીધું: એમણે કચને મારી-બાળીને રાખ કરી દીધો અને એ રાખ મદિરામાં ભેળવીને એ મદિરા શુક્રાચાર્યને જ પિવડાવી દીધી. કચ ફરી એક વાર ગાયબ થઈ ગયો ત્યારે દેવયાનીએ ફરી એક વાર પિતા શુક્રાચાર્યને કહ્યું: ‘કચ વિના હું જીવી શકીશ નહીં.’
પિતા શુક્રાચાર્ય કંટાળ્યા. એમને બેવડી ચીડ ચડી. એક તરફ દાનવો પ્રત્યે ચીડ ચડી, જે ફરી ફરી કચની હત્યા કરી રહ્યા હતા. બીજી તરફ દીકરી પ્રત્યે પણ ચીડ ચડી, કારણ કે કચના પ્રેમમાં દીકરી એટલી દીવાની બની હતી કે એની સાથે સામાન્ય બુદ્ધિની વાત થઈ શકે એમ નહોતી, છતાં પિતાએ મગજ ઠંડું રાખીને દીકરીને સમજાવીઃ ‘દેવયાની, જે જન્મે તે મરે જ. કચ આજે નહીં તો કાલે મરશે જ. એને ભૂલી જા તું.’
દેવયાની પાગલ પ્રેમિકા હતી. પિતાની વાજબી-વ્યવહારુ વાત સમજવા જેટલી સ્વસ્થતા એનામાં નહોતી. એ પલાંઠી મારીને બેસી ગઈ અને બોલીઃ ‘જ્યાં સુધી કચ મારી સામે હાજર નહીં થાય ત્યાં સુધી હું અન્ન-જળ નહીં લઉં.’
બીજી બધી રીતે નિઃસ્પૃહ શુક્રાચાર્યને જીવનમાં ફક્ત એક જ માયા હતીઃ દીકરી દેવયાનીની માયા. દેવયાની મૃત્યુ પામે કે ઉદાસ રહે એ શુક્રાચાર્યને કેમેય પાલવે એમ નહોતું એટલે દીકરીની ખુશી ખાતર શુક્રાચાર્યએ સંજીવની મંત્ર ઉચ્ચારીને કહ્યું: ‘કચ, જ્યાં હોય ત્યાંથી જીવતો થા, મારી સામે આવ.’
શુક્રાચાર્યના પેટમાંથી કચ બોલ્યોઃ ‘હું તમારા પેટમાં છું.’
શુક્રાયાર્ય ગૂંચવાયા તું મારી અંદર કઈ રીતે પ્રવેશ્યો?'
કચે આખી વાત કહી.
એ સાંભળીને શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું: ‘હવે નક્કી તારે કરવાનું છે. યા તો કચ મારા પેટમાં મરશે અથવા એ મારું શરીર ચીરીને બહાર નીકળશે તો હું મરીશ. બોલ, તું પિતાને જીવતા રાખવા માગે છે કે કચને?’
This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.