બા રિટાયર થાય છે. એ નાટકે ઘણાની આંખમાં પાણી લાવી દીધેલાં. હવે મુંબઈગરાઓની આંખ એમની પ્રિય લાલ પરી અર્થાત્ ડબલ ડેકર બસોને રિટાયર કરવામાં આવી એથી ભીંજાઈ ગઈ છે. તમે સમાચારમાં વાંચ્યું હશે કે ૧૯૩૭થી ચાલતી મુંબઈની ડબલ ડેકર બસોને હમણાં બેસ્ટ કંપનીએ સેવાનિવૃત્ત કરી દીધી. એક કાળે મુંબઈની રસ્તા પર લાલ રંગની ૯૦૦ ભીમકાય બસો દોડતી. નોકરિયાતો માટે એ સમયસર કામે પહોંચવાનું વાહન હતી તો સ્કૂલનાં બાળકો માટે એ ધિંગામસ્તીનું સાધન હતી.
ઉપલા માળે સામસામેની બે સીટમાં બેસવા માટે રીતસર બાળકો દોટ મૂકતાં. અમે નાનાં હતાં ત્યારે આ આગલી સીટમાં બેસીને ડ્રાઈવરની અદાથી બસ ચલાવવાની ઍક્ટિંગ કરતાં. એ વખતે મોબાઈલ હોત તો એવી ૧૦૦-૨૦૦ સેલ્ફી પણ લઈ લીધી હોત.
ખેર, અનેક કૉલેજિયનો એમના પ્રિય પાત્રની ઝલક મેળવવા માટે અમથા જ ડબલ ડેકરમાં ચઢી જતા. આ બસમાં નિયમિત પ્રવાસ કરનારા કેટલાક લોકો પ્રેમમાં પડીને પરણી ગયાના પણ દાખલા છે. અહીં નામ લખીને એમને લજ્જિત નહીં કરું, પણ અમિતાભ ને શશી કપૂર અનુક્રમે પરવીન બાબી અને બિંદિયા ગોસ્વામી પાસે પ્રેમનો એકરાર ડબલ ડેકર બસમાં જ કરાવે છે એવું શાન ફિલ્મમાં દેખાડ્યું છે.
This story is from the October 02, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 02, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.