રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું વાતાવરણ હજી જામ્યું નથી, પણ છએક મહિના પછી આવનારી લોકસભા ચૂંટણી માટેની હવા જામવા લાગી છે. કંઈક ને કંઈક એવી ઘટના બને રાખે છે જે લોકસભા ચૂંટણી માટેના માહોલ પર અસર પાડે એવી પાક્કી શક્યતા છે.
પશ્ચિમ બંગાળનાં અતિ વાચાળ સંસદસભ્ય મહુઆ મોઈત્રા એક વિચિત્ર કેસમાં ફસાયાં છે.હાલત એવી થઈ છે કે તૃણમૂલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા પક્ષનાં પ્રમુખ અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી નાં અતિ વિશ્વાસુ હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસે મહુઆના પ્રકરણથી હાથ ધોઈ નાખ્યા છે અને પક્ષનો કોઈ નેતા દેખાડવા ખાતર પણ એમના બચાવમાં આવ્યો નથી.
આપણા રાજકારણીઓની છાપ બહુ ઊજળી રહી નથી. ભારતીય ફોજદારી સંહિતામાં નોંધાયેલા બહુ ઓછા ગુના એવા હશે જે આપણા કોઈ ને કોઈ રાજકીય આગેવાનોના નામે ન ચડ્યા હોય. રાજકારણીઓને તો એવા અપરાધ કરવા મળે છે જે કાયદાના પુસ્તકમાં પણ ન હોય. કૅશ ફૉર ક્વેરી એવો જ એક ગુનો છે. કોઈ ને કોઈ હિત ધરાવતા લોકો એમના હરીફોને ભીડવવા સંસદસભ્યો કે વિધાનસભ્યોને લોકસભા કે ધારાસભા જેવાં વૈધાનિક ગૃહોમાં સવાલ પૂછવાના પૈસા ચૂકવે છે. રાજકારણીઓ લાગતા-વળગતા લોકો પાસેથી તગડી રકમ લઈને સંસદમાં કોઈ પ્રશ્ન ઉઠાવે અને એ મુદ્દે વિવાદ ઊભો કરે. ક્યારેક તો આવા મુદ્દાને સંસદ કે વિધાનસભાની કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા ન હોય તો પણ જાણીજોઈ ને આવા સવાલ પૂછવામાં આવે. રાજકારણીઓને પૈસા મળી જાય અને એ પૈસા ચૂકવવાવાળાને પોતાના હરીફ સાથે હિસાબ બરોબર કરવાનો મોકો મળી જાય.
This story is from the November 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.