નવા વ જેના ખેતરમાં તુલસીનાં વન ત્યાં વરસે સદાકાળ ધન...
Chitralekha Gujarati|December 04 , 2023
હિંદુ શાસ્ત્રોમાં તુલસીને મહારાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ તુલસીનું આગવું મહત્ત્વ છે. મોટા ભાગનાં હિંદુ ઘરોમાં તુલસીક્યારો કે તુલસીનું કૂંડું હોય જ છે. પૂજાપાઠમાં તુલસીદલનું મહત્ત્વ અનેરું છે તો વળી તુલસી અનેક પ્રકારના રોગ માટે ઉત્તમ ઔષધિ પણ છે. આજે વાત માત્ર તુલસીના એક છોડની નહીં, પરંતુ આખેઆખાં ખેતરોની અને ખેતીની કરવાની છે.
હેતલ રાવ
નવા વ જેના ખેતરમાં તુલસીનાં વન ત્યાં વરસે સદાકાળ ધન...

શેની ખેતી કરો છો?

– અમે તો તુલસીની ખેતી કરીએ છીએ...

અરે ભાઈ, ઘરઆંગણે તુલસીના છોડ હોય એ સમજાય, પણ તુલસીનાં ખેતરો હોય અને એની

ખેતી થતી હોય એ વાતે આશ્ચર્ય તો થાય જ.

હકીકત એ છે કે આણંદ જિલ્લાના બોચાસણ ગામના ખેડૂતો તુલસીની ખેતી કરે છે. મધ્ય ગુજરાતમાં લહેરાતી લીલોતરી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, જેમાં ચરોતર પંથક હરિયાળા વિસ્તારોમાં મોખરે છે. બોચાસણ આમ

તો સ્વામિનારાયણ મંદિરને કારણે પ્રસિદ્ધ છે, પરંતુ સાથે તુલસીની ખેતી માટે પણ જાણીતું છે. એટલે જ એને પવિત્ર ગામ પણ કહેવામાં આવે છે.

બોચાસણના તુલસી વાવેતરથી આયુર્વેદિક ઔષધિ બનાવતી સ્થાનિક કંપનીઓને લાભ એ થયો કે એમણે તુલસીની આયાત બહારના રાજ્યમાંથી કરવી પડતી નથી. બીજી તરફ, સમયની સાથે ખેડૂતો પણ મોંઘાં અને બિનઉપયોગી બિયારણોથી દૂર રહીને સાત્ત્વિક-સજીવ ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ફળફળાદિ, લીલાં શાકભાજી, ખરીફ પાકો અને કઠોળની સાથે ઔષધીય ગુણ ધરાવતી ખેતી તરફ વળનારો એક મોટો વર્ગ છે, જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વાર ભૂપેન્દ્રભાઈ પરમારે તુલસીની ખેતી કરી છે, એ પણ ઑર્ગેનિક પદ્ધતિએ.

આયુર્વેદિક દવાઓમાં તુલસીનાં પાન, સાંઠી (સુકાયેલી પાતળી સોટી) અને બીજનો ઉપયોગ ઘણો છે, છતાં ગુજરાતમાં તુલસીનું વ્યાવસાયિક વાવેતર નહીંવત્ છે, જેનો સીધો લાભ અન્ય રાજ્યોને થાય છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પરમારે પ્રાયોગિક ધોરણે તુલસીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવવાની શરૂઆત કરી.

This story is from the December 04 , 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 04 , 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024