પાંચેક વર્ષ પહેલાંની વાત. એક રવિારની સાંજે જર્મનીના યેના (Jena) શહેરના જાણીતા સૅન્ટ માઈકલ ચર્ચમાં ચારસોથી વધુ વડીલો અને યુવક-યુવતી બેઠાં છે. વિશાળ ખંડમાં પીળો પ્રકાશ પથરાયો છે. કાર્યક્રમ શરૂ થતાં એક સંચાલક એની રૂપરેખા આપે છે. પછી ચર્ચના ક્વાયર (Choir) એટલે કે સંગીતવૃંદના કલાકારો જર્મન અને બીજી ભાષામાં ભક્તિગીતો રજૂ કરે છે.
પછી એક યુવક મંચ પર આવે છે. ઊંચાઈ અંદાજે પોણા છ ફૂટ. દેખાવમાં ઘઉંવર્ણો અર્થાત્ બિન-યુરોપિયન. ગીત રજૂ કરતાં પહેલાં એ ગીતની ભાષા, શબ્દો, કવિ અને ગીતના સારની જર્મન ભાષામાં ટૂંકી સમજ આપે છે.
...અને પછી શરૂ થાય છે મન મોર બની થનગાટ કરે... એ ગીત.
આવી જ બીજી ઘટના. વર્ષ ૨૦૧૮ની ૩૧ ડિસેમ્બરે રાત્રે નવા વર્ષને આવકારવા સાઉથ
જર્મનીના એક ગામમાં થોડા કૉલેજિયનોએ પાર્ટી યોજેલી. એમાં જર્મન શ્રોતાઓના આગ્રહથી એક યુવકે ગીત ગાયું: મન મોર બની થનગાટ કરે...
નવી ભાષાનું નવું ગીત સાંભળવાની જર્મન શ્રોતાઓને મોજ પડી. ગીતના શબ્દો એમને ન સમજાયા હોય એ સાહજિક છે, પણ ગીતનો ભાવ એમનાં હૃદય સુધી પહોંચી ગયો.
૩૧ ડિસેમ્બરની એ પાર્ટી અને યેનાના ચર્ચમાં ઉપસ્થિત જર્મનવાસીઓને પ્રથમ વાર ગુજરાતી ગીત સંભળાવનારા યુવાનનું નામ હાર્દિક ચૌહાણ (ગુજરાતમાં ડાયરા અને જુદા જુદા સમારંભોમાં ગવાતાં અને ઘણી વાર વન્સ મોર...મેળવતાં આ ગીતના રચયિતા હતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી).
પછી હાર્દિકનો જર્મનીમાં ગુજરાતી ગીતો ગાવાનો ક્રમ ચાલુ રહ્યો આજ લગી. લાગે કે જર્મનીમાં રહેતા હાર્દિક અહીંના અમુક લોકોને પણ જાણે ગુજરાતી ગીતોનું ઘેલું લગાડ્યું છે.
કોણ છે હાર્દિક ચૌહાણ? એનો જન્મ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં. પિતા કમલેશ ચૌહાણ અહીંની મહારાજા અગ્રસેન સ્કૂલમાં સંગીત શિક્ષક અને ગુજરાતી નાટકોના જાણીતા સંગીતકાર. માતા (હવે સ્વર્ગીય) ભાવનાબહેન ગૃહિણી. એમને બે પુત્ર-શુભમ અને હાર્દિક. બન્ને બાંધવોને સંગીતનો વારસો પિતા પાસેથી મળ્યો.
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.