ડિયર નૅચર,
સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ બની છે અને એનો અમલ શરૂ થયો છે. હાલની શિક્ષણપદ્ધતિમાં ઘણા બધા ફેરફાર આ નીતિ દ્વારા કરવામાં આવ્યા છે. ભાર વગરનાં ભણતર પર ભાર મુકાયો છે. ગાંધીવિચારધારા નું પણ એમાં પ્રતિબિંબ ઝિલાયું છે, પરંતુ શું આપણી ગુરુકુળ શિક્ષણ પદ્ધતિને સ્થાન અપાયું છે ખરું? થોડી એવી વાત જરૂર છે.
આજે પણ એવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી કે આપણી ગુરુકુળ પરંપરા સૌથી શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ છે. દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ આ પદ્ધતિએ શિક્ષણ અપાઈ રહ્યું છે.
ન્યુઝીલૅન્ડ દેશ તો નાનો છે, પણ ત્યાં એક પ્રયોગ શરૂ થયો છે અને એમાં દુનિયાના બીજા દેશોને પણ રસ પડી રહ્યો છે. ભારતને સૌથી વધુ રસ પડવો જોઈએ. જો કે એવું કદાચ બન્યું નથી. ન્યુઝીલૅન્ડની કેટલીક શાળામાં એક વિશિષ્ટ પિરિયડ શરૂ થયો છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે અઠવાડિયે એક દિવસ પ્રકૃતિ વચ્ચે જઈ પ્રકૃતિનું શિક્ષણ આપવાનું શરૂ થયું છે. આઠથી ૧૨ વર્ષના વિદ્યાર્થીઓને અઠવાડિયે એક દિવસ ક્લાસ રૂમમાં નહીં, પણ પ્રકૃતિ વચ્ચે લઈ જઈને શિક્ષણ આપવામાં આવે છે. કોઈ નદીકાંઠે કે ખેતરમાં કે જંગલ જેવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જવાય અને ત્યાં એ બધા આખો દિવસ પસાર કરે.
જેમ આપણી નૉર્મલ શાળામાં અઠવાડિયે એક કે બે વાર રમતગમતનો પિરિયડ હોય છે કે પછી શારીરિક શિક્ષણ (પીટી-ફિઝિકલ ટ્રેનિંગ)નો પિરિયડ હોય છે એમ જ પ્રકૃતિનો પિરિયડ હોય છે. બાળકો ખેતરમાં જઈ પશુઓની સંભાળ લે છે. પશુપાલકો પશુઓની સંભાળ કઈ રીતે લે છે એ જુએ છે. કોઈખેતરમાં લઈ જવાય તો ત્યાં જઈ બાળકો વૃક્ષનું વાવેતર કરે છે. વૃક્ષનું જતન કેમ થાય એ શીખે છે. નદી કે તળાકિનારો હોય તો માછલીઓને એ ખવડાવે છે. કેટલાંક બાળકો કાદવ-કીચડમાં મોજથી રમે છે અને આ અનુભવ બાળકો માટે બહુ મહત્ત્વનો રહે છે, કારણ કે એમને ક્લાસ રૂમ કરતાં પ્રકૃતિના ક્લાસમાં ભણવાનો આનંદ બહુ આવે છે.
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.