એક પુરાણી કહેવત છેઃ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય... ૨૦૨૪ના આરંભે ૩૯ વર્ષની સૂચના સેઠે આ કહેવત ખોટી પાડી. અમેરિકાની પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં ભણેલી, સંસ્કૃતની જ્ઞાતા તથા બેંગલુરુમાં સ્ટાર્ટ-અપ કંપની ધરાવતી સૂચના પર પોતાના ચાર વર્ષી પુત્રની હત્યાનો આરોપ છે.
જે વાચકોને આ ઘટના વિશે ખબર નથી એમને માટે ટૂંકસારઃ મૂળ કોલકાતાની, પણ બેંગલુરુમાં સ્થિર થયેલી સૂચના સેઠનો એના પતિ વેંકટ રમણ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. દંપતીને ચાર વર્ષનો એક પુત્ર છે. છ જાન્યુઆરીએ સૂચના પુત્રને લઈને બેંગલુરુથી ગોવા જઈ એક હોટેલમાં ઊતરે છે. બે દિવસ બાદ એ પરત જવાનું નક્કી કરે છે.ગોવાના ડેબોલિમ ઍરપોર્ટથી માંડ કલાકમાં બેંગલુરુ પહોંચાડતી ફ્લાઈટ લેવાને બદલે એ બાર-તેર કલાકનો થકવી નાખતો મોટરપ્રવાસ પસંદ કરે છે. ઍપાર્ટમેન્ટનો સ્ટાફ ટૅક્સીની ગોઠવણ કરી આપે છે. ડ્રાઈવર બૅગ ડિકીમાં મૂકી ટૅક્સી હંકારી મૂકે છે.
પુત્રનો કબજો પતિને આપવો એના કરતાં એને (પુત્રને) આ દુનિયામાંથી વિદાય આપી દેવી... સૂચનાએ બીજો વિકલ્પ પસંદ કર્યો.
આશરે છસ્સો કિલોમીટરનો પ્રવાસ શરૂ થાય છે. ડ્રાઈવર પોતાની સાથે એક સ્પેર ડ્રાઈવર પણ લે છે, જેથી વચ્ચે ઊંઘ ખેંચવી હોય તો ખેંચી શકાય. કર્ણાટકની હદમાં જસ્ટ પ્રવેશ પહેલાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ડ્રાઈવર કહે છેઃ ‘મૅડમ, આમાં તો પાંચ-છ કલાક નીકળી જશે. હું ગાડી પાછી વાળી લઉં, તમે ગોવા ઍરપોર્ટથી ફ્લાઈટ લઈ લો. ઝટ પહોંચી જશો.’
જો કે સૂચના એ માટે તૈયાર નથી. થોડી વારમાં ડ્રાઈવરનો મોબાઈલ રણકે છે. સામે છેડે ગોવા પોલીસના અધિકારી છે. એ જાણવા માગે છે કે ટૅક્સીમાં સ્ત્રી પેસેન્જર સાથે કોઈ બાળક છે કે નહીં? ડ્રાઈવર કહે છે: ના. એ તો એકલાં જ છે. ગોવાથી નીકળ્યાં ત્યારથી એકલાં જ છે... એક કામ કરો. હું મૅડમને ફોન આપું છું, તમે એમની સાથે જ વાત કરી લ્યો.'
પોલીસ અધિકારી સૂચનાને પૂછે છેઃ ‘તમે ગોવા આવ્યાં ત્યારે તમારો દીકરો સાથે હતો ને? એ ક્યાં છે?’
સૂચના કહે છેઃ ‘એ ગોવામાં અમારા રિલેટિવને ત્યાં છે. થોડા દિવસ એમની સાથે રહેશે.’
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.