રોહિત અને સીમાનો પ્રેમસંબંધ તૂટી ગયો. આજની ભાષામાં કહીએ તો બ્રેકઅપ થયું. સીમાની કેટલીક ફ્રેન્ડ્સ એને ઈમોશનલ સપોર્ટ આપવા માટે ભેગી થઈ. સીમાએ દિલ ખોલીને એમની સાથે વાત કરી, ખૂબ રડી અને પછી હળવું ફીલ કરવા માંડી. અમુક અઠવાડિયાં સુધી એની ફ્રેન્ડ્સ એને દરરોજ ફોન કરતી, એને બહાર લઈ જતી, એની સાથે સમય ગાળતી. ટૂંક સમયમાં સીમા હતાશાના આ તબક્કામાંથી બહાર આવવા માંડી.
રોહિતના મિત્રોને બ્રેકઅપની ખબર પડી તો એ બધા મળીને એને દારૂ પીવા બહાર લઈ ગયા. છોકરીઓ પાછળ શું રડવાનું? એમ કહીને બ્રેકઅપની વાતને મશ્કરીમાં ઉડાડી દીધી. થોડા સમય માટે રોહિતનો મૂડ ઠીક થઈ ગયો, પણ પછી રોહિત હતાશા અનુભવવા માંડ્યો. પોતાના મનની વાત એ કોઈને કહેશે તો એને બાયલો ગણવામાં આવશે એ ડરથી એણે બધું મનમાં ને મનમાં દબાવી રાખ્યું. એને દારૂ પીવાની આદત લાગી ગઈ. હતાશા વધતી ગઈ અને
થોડા દિવસમાં એને આત્મહત્યાના વિચારો આવવા માંડ્યા. એક દિવસ નશાની હાલતમાં એણે પોતાનો જીવ લેવાનો પ્રયત્ન પણ કર્યો.
સાતમાંથી સરેરાશ એક ભારતીય માનસિક સ્વાસ્થ્યસંબંધી સમસ્યાથી પીડાય છે. માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધી રહી છે, પરંતુ ભાવનાત્મક સમસ્યાથી પીડાતા પુરુષો હજી પણ મદદ લેવામાં અચકાય છે. શા માટે? એક કારણ એ છે કે પુરુષોની પીડા અલગ છે. આ સમજવા અમુક હકીકત જાણો...
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.