હવે કન્ટેનર કરશે ભાવનગરને માલામાલ
Chitralekha Gujarati|February 12, 2024
કોરોના વાઈરસે લાખો માનવો માર્યા ને કરોડોને માંદા કર્યા, એ જ રીતે હજારો નાના ઉદ્યોજકોને પણ ખોખલા કરી નાખ્યા. સામા પક્ષે આ સમયગાળા દરમિયાન અનેક નવી ક્ષિતિજો ખૂલી, નવી દિશા મળી અને નવા ઉદ્યોગ પણ શરૂ થયા. આવું જ કંઈક ભાવનગરમાં થયું. કોરોનાને કારણે ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણેનાં કન્ટેનર બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો. માત્ર શરૂ થયો એટલું જ નહીં, પરંતુ દેશનો એ ક્ષેત્રનો સૌથી મોટો ઑર્ડર મેળવી એને પૂરો કરવાની હામ આ ઉદ્યોગે ભીડી છે.
જયેશ દવે (ભાવનગર)
હવે કન્ટેનર કરશે ભાવનગરને માલામાલ

આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક નકશામાં ભાવનગરને અત્યાર સુધી જે સ્થાન મળ્યું છે એનું શ્રેય શિપ રિસાઈકલિંગને આપવું રહ્યું. શિપ બ્રેકિંગ ઉદ્યોગ ભાવનગર અને તળાજા વચ્ચેના અલંગ ખાતે ૧૯૮૩માં શરૂ થયો અને એ સમયે ખેતી અને હીરા અને અન્ય નાના ઉદ્યોગ પર આધારિત ભાવનગરના અર્થતંત્રને નવી તાકાત મળી. સાથે ગુજરાતના એક ખૂણે આવેલા આ નાના શહેરને વિશ્વના ઔદ્યોગિક નકશા પર ઓળખ મળી.

સ્વાભાવિક જ કોઈ એક મોટા ઉદ્યોગની સાથે બીજા આનુષંગિક ઉદ્યોગો અને વ્યવસાયનો પણ વિકાસ થતો હોય છે. સુરતનો હીરા ઉદ્યોગ, રાજકોટનોમશીનરી ઉદ્યોગ અને એની સાથે શરૂ થયેલા અનેક નાના-મોટા ઉદ્યોગ-ધંધા એનું ઉદાહરણ છે એવી જ રીતે ભાવનગરમાં પણ શિપ રિસાઈકલિંગની સાથે જ અનેક નાના-મોટા વ્યવસાય શરૂ થયા. આ ઉદ્યોગમાં સૌથી મહત્ત્વનો કહી શકાય એ છે સ્ટીલ રિ-રોલિંગ એટલે કે લોખંડના સળિયા અને શીટ બનાવવાનો ઉદ્યોગ.

અલંગમાં ભંગાતાં જહાજમાંથી નીકળતા લોખંડમાંથી આકાર પામેલો આ ઉદ્યોગ પણ ઉતાર-ચડાવ વચ્ચે ચાલતો રહ્યો છે. આ ઉપરાંત, શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી પણ અહીં પગભર થવા જોર કરી રહી છે. વધુમાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી વેહિકલ સ્ક્રેપ પૉલિસીના અમલ માટે પણ જૂનાં વાહનોને ભંગારમાં ફેરવવા આ જ ભાવનગર જિલ્લામાં ત્રણ ઉદ્યોગકારોએ પહેલ કરી છે.

ગુજરાતને આંગણે કન્ટેનર બનાવવાની શરૂઆતઃભાવનગરમાં આ ઉદ્યોાને અનુકૂળ માહોલ છે..

આ જ લોખંડ અને લૉજિસ્ટિક સાથે સંકળાયેલો ઔર એક ઉદ્યોગ ભાવનગરમાં ખીલી રહ્યો છે. એ છે કન્ટેનર મૅન્યુફેક્ચરિંગ ઉદ્યોગ. હજી બે વર્ષ પૂર્વે જ એની શરૂઆત થઈ અને આ ઉદ્યોગે આરંભિક તબક્કે જ જે હરણફાળ ભરી છે એ નોંધનીય છે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 mins  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025