૫ ડિસેમ્બર, ૨૦૨૩ઃ જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ભરબપોરે એમના જ ઘરે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી, જેમાં એક હત્યારાનું પણ મોત થયું. આ આખી ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ.
■ ■ ■
૨ ફેબ્રુઆરી, ૨૦૨૪: મુંબઈના છેવાડે આવેલા ઉલ્હાસનગરના એક પોલીસસ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની કૅબિનમાં વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને અન્ય એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો. મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે જમીનવિવાદમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર કરેલા ગોળીબાર બાદ બન્ને જૂથ વચ્ચે નારાજી ઊભી થઈ છે. ઉલ્હાસનગરના આ પ્રકરણ પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે... અને આ આખી ઘટના પણ કૅમેરામાં કેદ થઈ છે.
■ ■ ■
૮ ફેબ્રુઆરી, ૨૦૨૪: મુંબઈમાં ઉદ્ધવ બાળ ઠાકરેની શિવસેનાના ભૂતપૂર્વ કૉર્પોરેટર, ૪૧ વર્ષી અભિષેક ઘોસાળકરની હત્યા ૪૮ નોરોન્હા ધડાધડ ગોળીઓ છોડીને કરે છે. એ વખતે બન્ને ફેસબુક પર લાઈવ હોય છે અર્થાત્ બન્નેની મુલાકાત સેંકડો લોકો ફેસબુક પર જોઈ રહ્યા હોય છે. થોડી વાર પછી મોરિસ એ જ પિસ્તોલથી પોતાને શૂટ કરે છે.
■ ■ ■
છેલ્લા થોડા સમયથી દેશભરમાં એવા અનેક ક્રાઈમ થયા, જે રીતસરના કૅમેરામાં ઝડપાયા હોય. સવાલ એ કે શું હત્યારાઓને ખબર નહીં હોય કે કૅમેરા એમનું કૃત્ય ઝડપી રહ્યો છે? હજી ગયા શુક્રવારે, ૯ ફેબ્રુઆરીએ દિલ્હીના નજફગઢ વિસ્તારના એક બ્યુટી સેલોમાં વાળ કપાવવા ગયેલા બે યુવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એ ઘટના પણ સોશિયલ મિડિયા પર વહેતી થઈ. બીજો સવાલ એ કે કારણ ગમે તે હોય, આજે રવિવાર છે તો વાળ કપાવી આવું જેટલી સહજતાથી લોકો કેવી રીતે બીજાની હત્યા કરી નાખતાં હશે? કેવી રીતે એમને હથિયાર મળી જતાં હશે?
This story is from the February 26, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 26, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.