ઘણાં યુદ્ધ દુનિયાના ઈતિહાસની દશા અને દિશા બદલી નાખતાં હોય છે.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે રશિયન આક્રમણથી આરંભ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ પણ આવું જ છે. આ યુદ્ધમાં હજી સ્પષ્ટ વિજેતા જાહેર થયો નથી, પણ યુદ્ધના પરિણામે ઉદ્ભવેલા આંકડા ખરેખર અચંબિત કરે એવા છે, જેમ કે...
આ વૉરથી યુક્રેનના કુલ રાષ્ટ્રીય ઉત્પન્ન (જીડીપી)માં ૨૯ ટકાનો કડાકો બોલ્યો. યુક્રેનના ૫૦ લાખ લોકો લડાઈને પગલે પડોશી પોલૅન્ડ, હંગેરી, રોમાનિયા, બેલારુસ, સ્લોવાકિયા, મોલ્ડોવામાં શરણાર્થી બનીને ઠલવાયા. બીજી તરફ, રશિયાએ કબજામાં લીધેલા યુક્રેનના વિસ્તારમાં રહેતા ૧૩ લાખ લોકો રશિયામાં ઘૂસ્યા. અગાઉ યુક્રેનમાં માત્ર ૫.૫ ટકા લોકો ગરીબીની રેખા હેઠળ હતા, પણ અત્યારે એ દર ૨૪ ટકાથી વધુ છે. યુદ્ધને કારણે યુક્રેનના ૭૧ લાખ લોકો ગરીબી રેખાની નીચે આવી ગયા. અરે! મકાઈ, જવ અને ઘઉંનો સૌથી મોટો વૈશ્વિક નિકાસકાર યુક્રેન છે, પણ આજે આ દેશની જ ત્રીજા ભાગની વસતિ એક ટંકનું ખાવાનું મળશે કે નહીં એની શંકામાં જીવે છે.
બીજી તરફ, ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર ઓચિંતા આક્રમણ કર્યું ત્યારે ઘણા દેશોએ રશિયા પર ધડાધડ આર્થિક પ્રતિબંધ મૂકવા માંડ્યા હતા, જેને લીધે રશિયાનો જીડીપી એક વર્ષમાં ૧૧ ટકા ઘટવાનો તથા ફુગાવો બાવીસ ટકાએ પહોંચવાનો અંદાજ હતો. જો કે રશિયાએ ભારત અને ચીન સાથે વેપાર વધારીને પોતાનું નુકસાન સીમિત રાખ્યું. રશિયાનો જીડીપી ફક્ત ૪.૫ ટકા ઘટ્યો અને ફુગાવો ૧૪ ટકા સુધી સીમિત રહ્યો.
હા, એ મોટું પુરવણી લોક મુકવાન, સાજુલૂ વાયુની આ લડાઈ પ્રતિબંધોના પગલે રશિયામાંથી પ૨૧ ફોરેન કંપની ઉચાળા ભરી ગઈ નુકસાન. સતત ચાલતી આ લડાઈમાં નાશ પામેલાં શસ્ત્રોની ફરી કરવામાં પણ રશિયાએ મોટી કિંમત ચૂકવવી પડી. એણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ બજેટમાં ગંજાવર કપાત કરીને એ ભંડોળ સંરક્ષણ તરફ વાળી દીધું. રશિયાના ૧૩ લાખના સૈન્યની સામે યુક્રેનનું લશ્કર પાંચ લાખનું છે. રશિયાનાં ૪૦૦૦ લશ્કરી વિમાનોની તુલનામાં યુક્રેન પાસે ૩૦૦ વિમાનો છે. યુક્રેન કરતાં રશિયા છ ગણી વધુ રણગાડી (ટૅન્ક) ધરાવે છે. અત્યારે યુક્રેનનો ૧૮ ટકા વિસ્તાર રશિયાના કબજામાં છે. જો કે યુદ્ધ શરૂ થયું ત્યાર પછી ગુમાવેલો કેટલોક વિસ્તાર યુક્રેને પાછો મેળવી લીધો છે.
This story is from the February 26, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 26, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.