૨૩ જાન્યુઆરી, ૨૦૨૪ની સમી સાંજ. ૨૩ વર્ષની જાહ્નવી કંડુલા ૨૩ અમેરિકાના શહેર સીએટલમાં રસ્તો ક્રૉસ કરી રહી છે. ત્યાં કલાકના ૧૧૯ કિલોમીટરની સ્પીડે ધસમસતી પોલીસકારની એને ટક્કર વાગે છે, જાહ્નવી કમ સે કમ ૧૦૦ ફૂટ દૂર ઊછળીને પટકાય છે, તત્કાળ એનું મૃત્યુ થાય છે. પોલીસ અફસર કેવિન ડેવ કોઈ ડ્રગ્સના ઓવરડોઝની તપાસ કરવા જઈ રહ્યો હોય છે. આ એક્સિડન્ટની તપાસ કરવા આવેલો પોલીસ ડેનિયલ ઑર્ડર જાનવીના મોતની મજાક ઉડાવે છે. અકસ્માતના થોડા દિવસ બાદ બહાર આવેલા વિડિયો-ઑડિયોમાં પોલીસ અફ્સર કહે છેઃ યાર, હવે શું? એ ઑલરેડી મરી ગઈ છે, ૨૬ની તો હતી, કેટલું જીવવાની હતી? ૧૧,૦૦૦ ડૉલરનો ચેક લખી આપો એટલે વાત પતી જાય, બીજું શું?
હવે જરા આ જુઓ, માંડ વીસીમાં પ્રવેશેલા ગટ્ટુ દિનેશ અને નિકેશ, કનેટિક્ટની સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે ૨૧ જાન્યુઆરીએ અનુક્રમે તેલંગણ અને આંધ્ર પ્રદેશથી અમેરિકા પહોંચે છે. છ ફેબ્રુઆરીએ બન્નેની લાશ એમના ઍપાર્ટમેન્ટમાંથી મળે છે. કાતિલ ઠંડીથી બચવા ચલાવવામાં આવતા રૂમ હીટરમાંથી વછૂટેલા કાર્બન મોનોક્સાઈડથી બન્નેનાં મોત થયાં. માંડ ૧૬ દિવસનો અલ્પજીવી અમેરિકાનિવાસ જીવલેણ નીવડ્યો... આ કિસ્સો જરા જૂનો છે, પણ પ્રાસંગિક છે. ૩૨ વર્ષનો એન્જિનિયર શ્રીનિવાસ પત્ની સાથે અમેરિકાના કૅન્સાસમાં હજી તો મૂવ થયો જ હોય છે. ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં કૅન્સાસ સિટીના એક બારની બહાર કોઈ ધોળિયાએ એને ગોળીએ દઈ દીધો. રિવૉલ્વરનું ટ્રિગર દબાવતાં પહેલાં એ અમેરિકને રાડ નાખેલીઃ ગેટ આઉટ ઑફ માય કન્ટી.
આજે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અમેરિકામાં ભણતા કે નોકરી કરતા લોકો પર મોતના ઓળા મંડરાઈ રહ્યા છે. ૨૦૨૪ના માત્ર પચાસેક દિવસમાં અમેરિકામાં ભારતીયો નાં, ખાસ કરીને જવાન છોકરા-છોકરીનાં મોતના બનાવ એ હદે વધી પડ્યા કે વ્હાઈટ હાઉસે ઘોર નિદ્રામાંથી સફાળા જાગીને ખુલાસો કરવો પડ્યો કે અમેરિકામાં જાતિ કે ધર્મ આધારિત કે કોઈ પણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી. આવા હુમલા, હત્યા ખાળવા અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ. નવા વર્ષના બે જ મહિનામાં નવ ભારતીયોનાં મોત થયાં, જેમાં છ વિદ્યાર્થી છે.
This story is from the March 11, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 11, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.