આખી દુનિયાને ઈન્ટરનેટના તાલે નચાવતા ઑપ્ટિકલ ફાઈબર કેબલની આંટીઘૂંટી
Chitralekha Gujarati|March 25, 2024
દરિયાના પેટાળમાં બિછાવવામાં આવતા કૅબલ દ્વારા અત્યારે આપણો ઘણોખરો ડેટા-વ્યવહાર ચાલે છે. હમણાં રાતા સમુદ્રમાંથી પસાર થતા આવા ત્રણ-ચાર કૅબલને નુકસાન પહોંચ્યું ત્યારે આપણને એનું મૂલ્ય સમજાયું.
નિતુલ ગજ્જર
આખી દુનિયાને ઈન્ટરનેટના તાલે નચાવતા ઑપ્ટિકલ ફાઈબર કેબલની આંટીઘૂંટી

ઝરાયલ અને પેલેસ્ટિની જૂથ હમસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) તરીકે ઓળખાતા વિસ્તારમાં કેટલાંક આતંકવાદી સંગઠનોએ ત્રાસ વર્તાવ્યો છે. એમાંથી એકે અગાઉ એક અમેરિકન શિપિંગ કંપનીના જહાજ પર હુમલો કર્યો હતો અને હમણાં એ જ સંગઠને રાતા સમુદ્રમાંથી પસાર થતા ત્રણ-ચાર ફાઈબર ઑપ્ટિક કૅબલ કાપી નાખ્યા હોવાના વાવડ સામે આવ્યા છે. હૌથી નામના આ આતંકવાદી સંગઠને તો આ કૃત્યની જવાબદારીનો ઈનકાર કર્યો છે, પરંતુ રાતા સમુદ્રના તળિયે ગોઠવાયેલા ફાઈબર ઑપ્ટિક કૅબલ કપાયા છે એ અસલમાં ચિંતાનો મૂળ વિષય છે.

રાતા સમુદ્રના ક્ષતિગ્રસ્ત કૅબલ માત્ર મધ્ય પૂર્વને જ નહીં, પરંતુ આફ્રિકન, એશિયન અને યુરોપિયન ખંડના વિશાળ વિસ્તાર અને ત્યાં વસતા લોકોને એકબીજા સાથે જોડે છે. તાજેતરના વિક્ષેપની અસર મોટા ભાગે એમાંથી ઘણા દેશ પર ઓછે-વધતે અંશે પડશે. રાતો સમુદ્ર એટલે કે રેડ સી વર્ષોથી એશિયા અને યુરોપનાં રાષ્ટ્રો વચ્ચે મહત્ત્વનો ટ્રેડ રૂટ રહ્યો છે અને એ જ રીતે કૅબલ બિઝનેસની દૃષ્ટિએ પણ એ મહત્ત્વનો છે. આ દરિયાના પટ પર બે-ત્રણ ખંડોને જોડતા કુલ ૧૪ કૅબલ બિછાવવામાં આવ્યા છે. દરિયામાં બિછાવેલા કૅબલમાંથી કોઈ પણ કૅબલ તૂટે ત્યારે એનું સમારકામ બહુ મુશ્કેલ હોય છે અને એમાંય રાતા સમુદ્ર જેવા સંઘર્ષથી ભરપૂર વિસ્તારમાં તો એ મોટી માથાકૂટનું કામ છે. એનું એક કારણ એ છે કે આ એ કૅબલ જે દેશને સાંકળતા હોય એ તમામની પરવાનગી લેવી પડે. રેડ સીમાં તૂટેલા કૅબલનું સમારકામ મહિનાઓ લેશે અને એ ખૂબ ખર્ચાળ પણ હશે એવું અનુમાન છે. જે ત્રણ-ચાર કૅબલને નુકસાન પહોંચ્યું છે એને કારણે અત્યારે આ રૂટના પચ્ચીસ ટકા ડેટા ટ્રાફિકને અસર પહોંચી હોવાનો અંદાજ છે. કૅબલ ઑપરેટરો દ્વારા ટ્રાફિકના રૂટને બીજા કૅબલ થકી પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હૌથી સંગઠને સંભવતઃ જે ત્રણ કૅબલને નુકસાન કર્યું છે એ વિશ્વવ્યાપી અન્ડર-સી નેટવર્કનો ભાગ છે, જે આપણા બધા માટે વીજળીક ગતિએ ડેટા પહોંચાડે છે. આપણી નાણાકીય, શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓ આ નેટવર્ક વિના કામ કરી શકે એમ નથી. દૂરસંચાર વ્યવસ્થા, લશ્કર, ઉદ્યોગો અને સરેરાશ વ્યક્તિઓ માટે પણ એ જ લાગુ પડે છે.

This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 mins  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025