છેલ્લાં પચ્ચીસ વર્ષ દરમિયાન ‘કાંટે કી ટક્કર’ કહી શકાય એવી ચૂંટણી કઈ? એવું કોઈ પૂછે તો સૌથી પહેલા ક્રમે આવે ૧૯૯૯માં કર્ણાટકની બેલ્લારી બેઠક પર સોનિયા ગાંધી સામે ભાજપનાં સુષમા સ્વરાજનો જંગ. એ પછી આવે ૨૦૧૪ લોકસભા ચૂંટણી. બેઠક અમેઠી. હરીફ ઉમેદવારોઃ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની. સત્તાવાર રીતે રાજકારણમાં નવાંસવાં પ્રવેશેલાં સોનિયાએ બેલ્લારીમાં સુષમા સ્વરાજને પરાસ્ત કર્યાં હતાં તો ૨૦૧૪માં અમેઠીમાંથી રાહુલે સ્મૃતિ ઈરાનીને. જો કે ૨૦૧૯માં સ્મૃતિએ રાહુલને ગાંધીપરિવારના ગઢ ગણાતા અમેઠી મતવિસ્તારમાંથી હરાવી આગલી હારનો બદલો લીધો હતો.
સુનેત્રા પવાર-સુપ્રિયા સુળેઃ અમારે અંદરોઅંદર કોઈ વિવાદ નથી, આ લડાઈ માત્ર બે રાજકીય વિચારધારાની છે... ખરેખર?
આ ચૂંટણીની વાત કરીએ તો, હજી કેટલીક બેઠકોના ઉમેદવારનાં નામ જાહેર થવાનાં બાકી છે તેમ છતાં અત્યાર સુધી જે નામ ઘોષિત થયાં છે એ પરથી આ વખતે લાગે છે કે એવો મહાજંગ મહારાષ્ટ્રમાં જોવા મળશે. બેઠક હશે બારામતી.
હા, બારામતી એટલે મરાઠીમાં જેને બાલે કિલ્લા કહે છે એ શરદ પવારનો ગઢ. વર્ષોથી અહીં શરદભાઉનું એકહથ્થુ શાસન ચાલે છે. એ પોતે અથવા એમનાં પુત્રી સુપ્રિયા સુળે કે પછી એમના ભત્રીજા અજિત‘દાદા’ પવાર જ અહીં લોકસભાની એક પછી એક ચૂંટણી જીતતા આવ્યા છે. આ વખતે પણ બારામતીમાં જીતશે કોઈ શરદ પવારના ઘરની જ કહી શકાય એવી વ્યક્તિ, પરંતુ આ વખતે કહાનીમાં થોડો, ના, થોડો નહીં, જબરો વળાંક આવ્યો છે. થયું છે એવું કે આ વખતની ચૂંટણીમાં શરદભાઉએ તો એમનાં દીકરી સુપ્રિયાને જ ફરી ઉમેદવારી આપી છે તો સામે છે, શરદ પવારનાં ભત્રીજાવહુ સુનેત્રા અજિત પવાર અર્થાત્ નણંદ-ભાભીનો જંગ છે બારામતીમાં.
આ અજિત પવાર એક સમયે શરદભાઉના રાજકીય વારસ ગણાતા, પરંતુ પછી શરદ પવારે એમનાં દીકરી સુપ્રિયાને પણ રાજકારણમાં ઉતાર્યાં એટલે રહેતે રહેતે કાકા-ભત્રીજા વચ્ચે અંતર વધતું ગયું. રાજકારણમાં કોઈ પાછું ઝટ નિવૃત્તિ લેતું નથી. અહીં પણ એવું જ થયું. ૮૦ની ઉંમર વટાવ્યા પછી પણ શરદ પવારે એમની રાષ્ટ્રવાદી કોંગ્રેસનું સુકાન છોડ્યું નહીં. બીજી બાજુ, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ભાઈ એટલે કે દાદા તરીકે ઓળખાતા અજિત પવાર એકદમ અધીરા, મહત્ત્વાકાંક્ષી અને સત્તા માટે હંમેશાં તલપાપડ.
This story is from the April 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.