છેલ્લા થોડા સમયથી ફિલ્મસ્ટાર અમજદ (ગબ્બરસિંહ) ખાનના ઈન્ટરવ્યૂનો એક જૂનો વિડિયો વાઈરલ થયો છે, જેમાં ઈન્ટરવ્યૂ લેનારાં બહેન એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં પ્રવેશી રહેલા કલાકારો વિશે સવાલ પૂછી રહ્યાં હોય છે. અમજદ જવાબ આપતાં કહે છેઃ ‘એક દત્તસા’બ કો છોડ કર બાકી સબ અપની કન્વિનિયન્સ કે લિયે, અપને ફાયદે કે લિયે પોલિટિશિયન બને હૈ...’ શું એ ક્યારેય પોલિટિક્સમાં જશે? એવા સવાલના જવાબમાં અમજદભાઈ કહે છેઃ ‘ક્યારેય નહીં... મારો એક પ્રોબ્લેમ છે કે હું જૂઠું બોલી શકતો નથી અને જૂઠું બોલ્યા વિના પોલિટિશિયન કેવી રીતે બનાય? કેટલા બધા લોકોને ખુશ રાખવાના હોય છે એટલે જૂઠું બોલવું આવશ્યક છે...'
અઢારમી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ એ પહેલાંથી ઘણાં બધાં અભિનેતા-અભિનેત્રીનાં નામોની ફેંકાફેંક શરૂ થઈ ગયેલી. અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, અનુપમ ખેર જેવાનાં નામ ઊછળતાં હતાં. હવે ચિત્ર લગભગ સ્પષ્ટ છે. હિંદી સિનેમાની ડ્રીમ ગર્લ હેમા માલિનીને ફરી એક વાર મથુરાથી ચૂંટણી લડવા ટિકિટ મળી ગઈ છે. તો ૧૯૮૦ના દાયકાની અતિ લોકપ્રિય ટીવીસિરિયલ રામાયણમાં શ્રીરામનું અમર પાત્ર ભજવનાર અરુણ ગોવિલ તથા હિમાચલ કી બેટી કંગના રણોટને પણ ભાજપે ટિકિટ આપી છે. અરુણ ગોવિલનાં જન્મ-ઉછેર તથા પ્રાથમિક શિક્ષણ ઉત્તર પ્રદેશના શહેર મેરઠમાં થયેલાં. ૧૯૮૮માં રામાયણ સિરિયલ એના ચરમ પર હતી ત્યારે અરુણ ગોવિલે શ્રીરામના વેશમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. કમનસીબે, અલાહાબાદમાં વી.પી. સિંહ અને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ શાસ્ત્રી વચ્ચેની લડાઈમાં મતદારોને પ્રભાવિત કરવામાં એ નિષ્ફળ રહ્યા હતા.
સુનીલ દત્ત તથા વૈજયંતી માલા ઈન્દિરા ગાંધીના કહેવાથી રાજકારણમાં પ્રવેશ્યાં અને સંસદસભ્ય પણ બન્યાં.
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.