![ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1717682220/articles/kOIdo_6M11718459556968/1718461205621.jpg)
બારેક વર્ષ પહેલાં અમદાવાદના એક શ્રીમંત વેપારીએ આર્કિટેક્ટ અને લેન્ડસકેપ ડીઝાઇનર લોકન્દ્ર બાલાસરિયાને પોતાના બંગલે બોલાવેલા. ઔપચારિક વાત બાદ વેપારીએ બગીચો બતાવીને કહ્યું: ‘અહીં સુકાયેલાં પાંદડાં અને લો બહુ ખરે છે, એનો કચરો થાય છે. મારે ગાર્ડન સફાચટ કરી ફ્લોરિંગ કરાવવું છે અથવા તો શું કરી શકાય એનાં સજેશન આપો.’
સામાન્યપણે લોકો ગાર્ડન બનાવવા માટે માર્ગદર્શન લે, પણ અહીં ઊંધો સીન જોઈને લોકેન્દ્રભાઈને આઘાત લાગ્યો. એમણે વેપારીને વૃક્ષો ન કાપવાની સલાહ આપી, વૃક્ષોની મહત્તા પણ સમજાવી. જો કે વેપારીનો વિચાર ન બદલી શકાયો એટલે લોકેન્દ્રભાઈ ત્યાંથી નીકળી ગયા.
એ ઘટના બાદ એમને ચિંતા થઈઃ ખરી પડતાં પાંદડાં, ડાળી, ફૂલને કચરો માનીને કેટલા લોકો વૃક્ષ કપાવતા હશે?
ઉકેલ એમણે જાતે જ શોધ્યો. એમણે લોકોને વિવિધ વૃક્ષોનો વૈજ્ઞાનિક પરિચય કરાવીને ઉપિયોગિતા સમજાવવા સાથે વૃક્ષારોપણ અને વૃક્ષોનાં જતનની વિનામૂલ્યે જાણકારી આપવાનું કામ સ્વેચ્છાએ હાથ ધર્યું. એમાં કેટલાક હોર્ટિકલ્ચરિસ્ટનું માર્ગદર્શન લીધું. વૃક્ષની જાણકારી ચાલતાં કે હરતાં-ફરતાં આપવી હતી એટલે અર્થસભર નામ રાખ્યુંઃ ટ્રી વૉક. એ હતું વર્ષ ૨૦૧૩. ટ્રી વૉનો સમય નક્કી કર્યો દર મહિનાના બીજા શનિવારે સવારે દોઢ કલાક.
શરૂમાં દસેક સહભાગીની સંખ્યા આગળ જતાં વધીને દોઢસોએ પહોંચી. વૉકના પ્રથમ કલાકમાં એ વૃક્ષ પાસે ઊભા રહીને ઝાડનું નામ, વૈજ્ઞાનિક ઓળખ, સીઝન, પાંદડાં-ફુલ-ફળનાં રંગ-રૂપ-સુગંધ, એના પર આશરો લેતાં પંખીઓની ઓળખ, વૃક્ષની મહત્તાથી માંડીને વૃક્ષ સાથે સંકળાયેલી પૌરાણિક કે દંતકથા, વગેરેની સરળ સમજ આપે. તો એ પછી માટી, દેશી ખાતર બનાવવાની રીત, સિંચાઈની પદ્ધતિ, સુકાયેલાં અને ખરી પડેલાં પાંદડાં કે ફૂલનો ઉપયોગ, વગેરે પણ જણાવે. છેલ્લે પ્રશ્નોત્તરી થાય. આખરમાં રોપા અને બીજનું વિનામૂલ્યે વિતરણ પણ કરે.
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.
![ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ... ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/9giiDc3Dm1738511751045/1738512908419.jpg)
ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...
આ અડાબીડ મેદનીમાં શોધીએ કેવી રીતે? ક્યાંક કોઈ વસ્ત્રને લહેરાવવું પણ જોઈએ.
![આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે? આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/fM5JAC-K-1738514205318/1738514848243.jpg)
આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?
સવા વરસના લોહિયાળ જંગ પછી ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમાસ’ વચ્ચે ‘શાંતિ કરાર’ થયા છે. બન્ને પક્ષ એકમેકે બંધક બનાવેલા લોકોને તબક્કાવાર મુક્ત કરી રહ્યા છે. જો કે ઈઝરાયલ હવે ગાઝા પટ્ટીનો કબજો જતો કરે એમ લાગતું નથી એટલે લાખો વિસ્થાપિતોને થાળે પાડવાનો મહાપ્રશ્ન ઊભો થવાનો છે.