દ્ધિતીય વિશ્વયુદ્ધમાં યુરોપના એક મોરચા પર સૈનિકોની ટુકડી ભારે બરફવર્ષા વચ્ચે એક ખુલ્લી પહાડી પર ફસાઈ ગઈ હતી. હાડ થિજાવતી ઠંડીમાં પણ સૈનિકો બહાદુરીથી મોરચો સંભાળીને બેઠા હતા. ટુકડીની કમાન્ડ પોસ્ટ મોરચાથી માઈલો દૂર નીચે ખીણમાં હતી. એમની આસપાસ પણ ભારે બરફ પડી રહ્યો હતો.
કમાન્ડ પોસ્ટમાં તૈનાત ઑફિસર્સ પૈકીના એક જુનિયર ઑફિસરે ઠંડીમાં ધ્રૂજતાં ધ્રૂજતાં એના સિનિયરને પૂછ્યું: ‘આપણી પાસે તો હીટર છે, છતાં કેમ ઉપયોગ કરતા નથી?'
કમાન્ડિંગ ઑફિસરે કહ્યું: ‘આપણા સાથીદારો પહાડી ઉપર હાડ થિજાવતી બરફવર્ષા વચ્ચે દુશ્મનો પર નજર રાખીને બેઠા છે. આપણે પણ એ જ તકલીફ સહન કરવી જોઈએ, જે આપણા સાથીઓ ત્યાં સહન કરી રહ્યા છે. આપણને કોઈ વિશેષાધિકાર ન મળવો જોઈએ.’
પેલા જુનિયર ઑફિસરે એ રાતે એની ડાયરીમાં લખ્યું હતુંઃ લીડર એને કહેવાય, જે બીજા લોકો માટે ઉદાહરણરૂપ બને અને જે બીજા લોકોને પોતાની આગળ મૂકે.
***
શ્રેષ્ઠ લીડરની વ્યાખ્યા શું? જે સૌથી ઉપર હોય એ? આદેશ કરે એ? જેના અનુયાયીઓ હોય એ? આ બધાં ઉપરછલ્લાં લક્ષણો છે. શ્રેષ્ઠ લીડરની વ્યાખ્યા એ જ છે, જે એક હીરોની છે. હીરો એ છે, જે આપણે કોણ છીએ અને શું બની શકીએ છીએ એ વચ્ચેના અંતરનું ઉદાહરણ બને. આપણામાંના મોટા ભાગના લોકો ત્યારે જ સારા હોય છે જ્યારે સારા બનવાનું અનુકૂળ હોય. હીરો ત્યારે પણ સારો જ હોય, જ્યારે સારા રહેવાનું પ્રતિકૂળ હોય. હીરોનું એ સાહસ આપણને શરમ આપે અને ચૅલેન્જ પણ આપે. આપણામાંથી આપણું બહેતર બહાર કાઢે એ શ્રેષ્ઠ લીડર છે.
સ્કૂલ-કૉલેજમાં તમારા અંગ્રેજીના ક્લાસમાં ઈંગ્લિશ લેખક ચાર્લ્સ ડિકન્સ ભણવામાં આવ્યો હશે. એની પિક્વિક પેપર્સ, ઓલિવર ટ્વિસ્ટ, ક્રિસમસ કેરોલ, ગ્રેટ એક્સ્પેક્ટેશન અને ડેવિડ કૉપરફીલ્ડ જેવી નવલકથા આજે પણ ઊંડા અભ્યાસનો વિષય છે.
૧૭૯૦ની ફ્રેન્ચ ક્રાંતિ પર આધારિત ડિકન્સની એક નવલકથા અ ટેલ ઑફ ટુ સિટીઝ ૧૮૫૯માં આવી હતી. એની વાર્તા ફ્રેન્ચ ક્રાંતિ પહેલાંના અને દરમિયાનના લંડન અને પેરિસની પૃષ્ઠભૂમિ પર હતી. નવલકથાની શરૂઆત શાનદાર પંક્તિઓથી થાય છેઃ
This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.