
ડિજિટલ દુનિયાના વાચકમિત્રોએ પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર અહીં પ્રસ્તુત છે.
પ્રશ્નઃ ફોનમાંથી AIનો ઉપયોગ કરવો હોય તો કોઈ સરળ રસ્તો ખરો?
ઉત્તરઃ આ માટે તમે ChatGPT, Microsoft Copilot Google Gemini ai આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સની મોબાઈલ ઍપ્લિકેશન તમારા ફોનમાં ઈન્સ્ટૉલ કરી શકો છો. આ સિવાય પણ બીજી ઍપ્સ છે. તમને માફક આવે એવી કોઈ પણ ઍપ તમે વાપરી શકો છો.
અલગથી આવી ઍપ્લિકેશન ઈન્સ્ટૉલ ન કરવી હોય તો WhatsApp અપડેટ કરી જુઓ. મેટા કંપનીએ તાજેતરમાં જ AIની સુવિધા ઉમેરી દીધી હોવાથી WhatsAppમાં સ્ક્રીનના જમણા વચલા ભાગથી સહેજ નીચે તમને એક કલરફુલ રિંગ દેખાશે, એની પર ક્લિક કરો. બસ લો, આ થઈ ગયું તમારું પોતાનું AI ચાલુ!
ફ્રી હોવા ઉપરાંત આ ટૂલની ખાસિયત એ છે કે તમે તમારા કોઈ મિત્ર સાથે WhatsApp પર ચૅટ કરી રહ્યા હો એવો અનુભવ કરાવશે. AIની અપાર સગવડનો મહાસાગર એક જ ક્લિક કરવાથી WhatsApp દ્વારા વિનામૂલ્યે હાજર કરી દેવામાં આવ્યો છે. તો ચાલો, આપણે આજથી જ એનો ઉપયોગ શરૂ કરીએ.
વ્હૉટ્સઍપના સ્ક્રીનમાં દેખાય છે | આ રીતની કલરફુલ રિંગ?
પ્રશ્નઃ લૅપટૉપ કે ડેસ્કટૉપની જેમ મોબાઈલ કે ટૅબ્લેટમાં કી-બોર્ડ લગાડી શકાય?
Diese Geschichte stammt aus der August 05, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 05, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.