થોડા સમય પહેલાં આવેલી રાજકુમાર હીરાણીની ડન્કી ફિલ્મમાં શાહરુખ ખાન-તાપસી પન્નૂ અને મિત્રો લંડનમાં ગેરકાયદે ઘૂસતાં પકડાય છે.
એમની પર કેસ ચાલવાનો હોય છે ત્યારે એક દેશી વકીલ (દેવેન ભોજાણી) એમને સલાહ આપે છેઃ ‘તમે નામદાર ન્યાયાધીશને ખોટું ખોટું એમ કહો કે ભારતમાં અમારી પર જુલમ થાય છે, ત્યાં રહેવા જેવું નથી... એટલે તમને આ દેશમાં આશ્રય મળી જશે. પછી અહીં કાયમ માટે કાયદેસર રહી શકશો.'
શાહરુખ જો કે એમ કરવાની ના પાડી દે છેઃ ‘ભારત પાછાં મોકલી દેવાં હોય તો મોકલો, પણ હું ભારતનું નામ બદનામ નહીં કરું.’
ફિલ્મ પરથી વાસ્તવિકતા પર આવીએ તો હમણાં ભડકે બળેલા બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારતમાં રાજકીય આશ્રય અથવા પોલિટિકલ અસાઈલમ મેળવે એવી વાત છે. છેલ્લા ઘણા મહિનાથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર ઓગસ્ટે શેખ હસીના ઢાકાથી એક માલવાહક વિમાનમાં ઊડીને દિલ્હી પહોંચ્યાં હતાં.
અલબત્ત, છેલ્લા સમાચાર મુજબ, બાંગ્લાદેશના હંગામી વિદેશપ્રધાન
મોહમ્મદ હુસૈન ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વાટાઘાટ ચલાવી રહ્યા છે, કારણ કે હસીના પર મર્ડર, ટૉર્ચર અને સામૂહિક હત્યાના આરોપ છે, એ અંગે કેસ પણ ચાલી રહ્યા છે.
એમ તો ભારત આવતાં પહેલાં શેખ હસીનાએ યુનાઈટેડ કિંગ્ડમ પાસે રાજકીય આશ્રયની માગ કરી હતી, પણ યુકે સરકારે એમને નજીકના, ઝડપથી પહોંચી શકાય એવા દેશમાં જવાની સલાહ આપી આથી એ ગાઝિયાબાદના હિંડન ઍરબેઝ પર ઊતર્યાં હતાં. ૧૯૭૧માં સ્થાનિક રહેવાસીઓની સશસ્ત્ર ક્રાંતિને પગલે ઈસ્ટ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનેલા આ રાષ્ટ્રના સ્થાપક શેખ મુજીબ-ઉર-રહેમાન અને એમના પરિવારના સાત સભ્યોને બાંગ્લાદેશી સૈનિકોએ મારી નાખ્યા (ઓગસ્ટ, ૧૯૭૫) ત્યારે જર્મનીમાં પતિ અને બહેન સાથે રહેતાં શેખ હસીનાએ ઈન્દિરા ગાંધી પાસે મદદ માગી હતી. ઈન્દિરા ગાંધીએ એમને દિલ્હી તેડાવી લઈ રાજકીય આશ્રય આપ્યો હતો. ૧૯૮૧માં બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરતાં શેખ હસીના પોતાના દેશ પાછાં ફર્યાં હતાં. હવે ભારત કે બીજા કોઈ દેશ હસીનાને રાજ્યાશ્રય આપે છે કે નહીં એ જોવાનું છે.
ચીને તિબેટ પર કબજો જમાવવા માંડ્યો ત્યારે દલાઈ લામા ભારત નાસી આવ્યા અને ભારતે એમને રાજકીય આશ્રય પણ આપ્યો.
هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.