માત્ર પાંચ હજારની વસતિ ધરાવતું સરખડી ગામ. એક સમયે આ ગામમાં મહિલાઓ લાજ કાઢતી. આ પ્રથાનો અહીં ચુસ્ત અમલ થતો. દીકરીને શાળામાં ભણવા મોકલવી હોય તો પરિવાર વિચાર કરતો. આવા વાતાવરણમાં ખેલકૂદની સ્પર્ધા માટે દીકરીને બહારગામ મોકલવી તો બહુ દૂરની વાત રહી.
આવું રૂઢિચુસ્ત વલણ ધરાવતા ગ્રામજનોની માનસિકતા બદલવાનું બીડું એક વ્યાયામ શિક્ષકે ઝડપ્યું. ગામની ઓળખ બદલાય એવું કંઈ કરવાનું સપનું એમણે જોયું અને અથાગ પરિશ્રમે સાકાર પણ કર્યું. એમણે ગામનાં યુવાન-યુવતીને વૉલીબૉલની રમતમાં રસ લેતાં કર્યાં. આજે ગુજરાતનું આ સરખડી ગામ વૉલીબૉલ રમતમાં રાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યું છે.
જો કે પરિવારના સભ્યોને સમજાવી દીકરીઓને શાળાના મેદાન સુધી લાવવી એ કામ આસાન નહોતું, પરંતુ વરજંગભાઈ વાળા નામના આ શિક્ષકની મહેનત રંગ લાવી છે. સરખડી ગામે રાષ્ટ્રીય સ્તરે વૉલીબૉલ રમી ચૂકેલા આશરે ૩૦૦ ખેલાડી આપ્યા છે. આમાંથી ૬૫ દીકરીએ નૅશનલ મેડલ જીત્યા ચાર છોકરીઓ આંતરરાષ્ટ્રીય વૉલીબૉલ ટુર્નામેન્ટ રમી ચૂકી છે અને બે યુવતી ઈન્ડિયન ટીમની કૅપ્ટનશિપ સંભાળી ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરે ૨૦૦૬માં ગુજરાતને આ ખેલનો પહેલો ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે આખી ટીમની તમામ મહિલા ખેલાડીઓ સરખડી અને બાજુના ચરાડા ગામની હતી એ પણ એક ઐતિહાસિક ઘટના.
કોઈ એક ગામની આટલી મોટી સંખ્યામાં છોકરીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી હોય ને ઢગલાબંધ મેડલ મેળવ્યા હોય એવું કદાચ આ પહેલું ગામ છે. સારાં મેદાન કે આધુનિક સુવિધા વિના આ સફળતા સરખડી ગામે મેળવી છે, એનું શ્રેય વરજંગભાઈને જાય છે.
વરજંગભાઈ વાળા પોતે સરખડી ગામના જ વતની. એક સમયે એ ખેતમજૂરી કરતા. કાકા અને ગામના કેટલાક લોકોને શૂટિંગ, વૉલીબૉલ, કબડ્ડી જેવી રમત રમતાં જોઈને વરજંગભાઈને નાનપણથી ખેલકૂદ પ્રત્યે શોખ રહ્યો. આ શોખ એમને રાજપીપળા લઈ ગયો, જ્યાંથી એમણે ડીપીએડ (ડિપ્લોમા ઈન ફિઝિકલ એજ્યુકેશન)ની ડિગ્રી મેળવી. ૧૯૮૮માં એ સરખડીની જે.આર. વાળા માધ્યમિક શાળામાં શારીરિક શિક્ષણ (પીટી)ના શિક્ષક તરીકે જોડાયા.
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.