મુંબઈની યુવા લૉયર પ્રીતિ આજે ખુશ હતી. પહેલાં મૉલમાં શૉપિંગ, પછી ત્યાંની ફૂડ કોર્ટમાં પેટપૂજા ને સમયસર ઘરભેગાં. ૩૬ વર્ષી પ્રીતિએ મૉલમાં જઈને એક પછી એક સ્ટોરના ડિસ્પ્લે ચકાસવા માંડ્યા. અચાનક એનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. પ્રીતિએ ફોન રિસીવ કર્યો. ફોન કરનાર વ્યક્તિએ પ્રીતિને પોતાની ઓળખ આપતાં કહ્યું: ‘એ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાનો અધિકારી છે. તમારું સિમ કાર્ડ જેટ અરવેઝના સ્થાપક નરેશ ગોયલના કેસમાં બ્લેક મનીની લેવડદેવડ માટે વાપરવામાં આવ્યું છે એટલે તત્કાળ બ્લૉક કરી દેવામાં આવશે. સિમને ડિઍક્ટિવેટ થતું અટકાવવું હોય તો પોલીસ ક્લિયરન્સ જોઈશે. તમે ચાલુ રાખો, હું સાહેબને લાઈન ટ્રાન્સફર કરું છું.’
ગણતરીની પળમાં અંધેરી સાઈબર સેલના પોલીસ અફસર લાઈન પર આવ્યાઃ ‘તમારી સામે એફઆઈઆર નોંધાઈ ગયો છે એટલે તમારી ડિજિટલ અરેસ્ટ કરવી પડશે. તમે અત્યારે ને અત્યારે કોઈ એકાંત સ્થળે જાઓ, જેથી અમે તમારી કૉન્ફિડેન્શિયલ ઈન્ક્વાયરી કરી શકીએ.’
સાંભળીને પ્રીતિના પગ તળેથી જમીન ખસી રહી હોય એવું લાગ્યું. એ તરત મુંબઈના પવઈ વિસ્તારની એક હોટેલમાં ચેક ઈન થઈ. રૂમમાં પ્રવેશતાં જ એને ઉચ્ચ અધિકારીનો વિડિયો કૉલ આવ્યો. એણે કહ્યું: ‘હવે તમે નિર્વસ્ત્ર થાઓ, જેથી અમારાં મહિલા પોલીસ અધિકારી તમારા શરીર પરનાં ચિહ્ન (બૉડી માર્ક) તથા કોઈ હથિયાર છે કે નહીં એ ચેક કરી શકે. આ અમારી સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. ખબરદાર, જો આ કૉન્ફિડેન્શિયલ ઈન્ક્વાયરી વિશે કોઈને પણ કંઈ કહ્યું છે તો.’
પ્રચંડ માનસિક દબાણ, ગભરાટ, બદનામી, વગેરેથી ત્રસ્ત પ્રીતિએ તરત વસ્ત્રો ઉતાર્યાં, ચેકિંગ થયું. એ પછી એની પાસે પચાસ હજાર રૂપિયા લાંચ માગવામાં આવી. પ્રીતિએ વિચાર્યું: બળ્યા પચાસ હજાર. કેસમાંથી તો છૂટી જવાશે. પૈસા ટ્રાન્સફર કરી એ ઘરે ગઈ ને પતિને બધી વાત કરી. એ પણ સ્તબ્ધ. થોડી વારમાં ફરી કૉલ આવ્યોઃ કાઢો પૈસા. ત્યાં સુધીમાં પ્રીતિ-પતિને ખ્યાલ આવી ગયો કે એમની સાથે સાઈબર ફ્રૉડ થયો છે. એમણે પૈસા આપવાની ના પાડી દીધી એટલે પ્રીતિના વ્હૉટ્સઍપ પર એના નગ્ન ફોટોગ્રાફ, વિડિયો આવી ગયા અને શરૂ થયું બ્લૅકમેઈલિંગ. તરત પતિ-પત્નીએ નજીકના પોલીસસ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી. ત્યાંની સાઈબર ટીમ હવે કેસની તપાસ કરી રહી છે.
This story is from the October 28, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 28, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.