દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...

દર વર્ષે ૨૦ માર્ચે વિશ્વભરમાં ‘ઈન્ટરનૅશનલ ડે ઑફ હૅપ્લિનેસ' મનાવવામાં આવે છે એટલે કે ખુશી-આનંદ મનાવવાનો દિવસ. ખાસ કરીને લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે, એ ખુશ રહે એવી કામના કરવામાં આવે છે. આનંદમાં રહેવાનાં ઘણાં કારણ વ્યક્તિગત હોય છે. કોઈ સોશિયલ મિડિયા પર મળતી લાઈક કે કમેન્ટ જોઈને જ રાજી રાજી થઈ જાય તો ઘણા ‘વ્હૉટ્સઍપ’ પર લાંબીલચક ચૅટ કરીને ખુશી મેળવે. કોઈ ફિલ્મ જોઈને ખુશ રહે તો કોઈ ભોમિયા વિના ડુંગર ભમીને નિજાનંદ મેળવે. કેટલાક લોકો ફિલ્મ ‘આનંદ’ના રાજેશ ખન્નાની જેમ બીજાને પ્રસન્ન રાખીને પોતે હર્ષ અનુભવતા હોય તો અમુક લોકો વળી નોખી-અનોખી સમાજસેવા કરીને પરમ સંતોષની અનુભૂતિ કરતા હોય છે. અહીં આવા જ કેટલાક નિજાનંદીઓની વાત માંડી છે.
રાજકોટની કૅન્સર હૉસ્પિટલમાં ગામડેથી આવેલાં મોટી ઉંમરનાં એક વૃદ્ધા બેઠાં હતાં. આંખમાં આંસુ સાથે એ કોઈના મોઢે બોલતાં હતાંઃ ‘દસ ટકા વ્યાજે પૈસા લઈને સારવાર કરવા આવ્યાં છીએ. દવામાં પૈસા વપરાઈ ગયા. હવે ડૉક્ટરે પાલક, મગ, બીટનું જ્યૂસ નિયમિત પીવાની સલાહ આપી છે. એક જ્યૂસના રૂપિયા ૧૦૦-૧૫૦ આપવા પડે. રોજના પાંચેક જ્યૂસના પૈસાની સગવડ કેમ કરવી?’
This story is from the March 31, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the March 31, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સિક્કાની બે બાજુ હોય છે.
હિતેન આનંદપરા

જસ્ટ, એક મિનિટ..
સારાંશ એ કે ભણતર, સંપત્તિ કે પદને નહીં, પણ લોકો માણસના આચરણને વધુ માન આપે છે.

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?