૨.૮૧ કરોડના દાગીના લૂંટ કેસમાં ચોરીના બાઈકનો ઉપયોગ થયો હોવાની આશંકા
SAMBHAAV-METRO News|Sambhaav METRO 09 NOVEMBER -2022
શાહપુરમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં દાગીનાની લૂંટ ચલાવીઃ પોલીસે ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા
૨.૮૧ કરોડના દાગીના લૂંટ કેસમાં ચોરીના બાઈકનો ઉપયોગ થયો હોવાની આશંકા

અમદાવાદ, બુધવાર

શાહપુર મેટ્રો સ્ટેશનની બહાર સોમવારે ૨.૮૧ કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઇ હોવાના ચકચારી કિસ્સામાં લૂંટારુઓએ ચોરીના બાઇકનો ઉપયોગ કર્યો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. લૂંટારુઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ મેદાનમાં ઊતરી છે અને શહેરમાં ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવાના શરૂ કરી દીધા છે. આ સિવાય દુકાન તથા કોઇ પણ કંપનીના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે. લૂંટારાઓ ગણતરીની મિનિટોમાં દાગીના ભરેલો થેલો લઇને રફુચક્કર થઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાંચે લૂંટ કેસમાં શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને કોઈ પણ ઘડીએ આ કેસ ઉકેલાઈ શકે છે.

This story is from the Sambhaav METRO 09 NOVEMBER -2022 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.