એક સમય હતો જ્યારે હંમેશાં સિતારનાં તારનો ઝણકાર કાનમાં ગૂંજતો રહેતો હતો. હવા રોમરોમને સહેલાવતી, રમતી પસાર થતી હતી. ખુલ્લા આકાશમાં લાઈનમાં ઊડતા પંખીઓને જોઈને મારું મન પણ સ્વચ્છંદ પાંખો ફેલાવીને દૂર આકાશમાં ઊડવા લલચાતું હતું. દરરોજ સવાર એક સુખદ નવજીવનનો સંદેશ લઈને આવતી હતી અને દરેક રાત સોનેરી સપનાં સાથે ઊંઘ ભરેલી પાંપણો પર દસ્તક આપતી હતી. દૂર આકાશમાં દૂધિયો ચંદ્ર વાદળની આડમાં ડોકિયું કરતો, હસ્તો અને આવનાર જીવન માટે શુભ આશિષ આપતો લાગતો હતો.
જિંદગીના પુસ્તકનાં પાના ખૂબ ઝડપથી ફડફડતા બદલાતા ગયા અને એક કિશોરી પોતાની મોટી મોટી આંખોમાં તરતા સપના સાથે યુવાવસ્થા માં પ્રવેશ કરીને જિંદગીની હકીકતને થોડીથોડી સમજવા લાગી હતી. યુગનો તે એક વો સમય હતો જ્યારે માતાપિતા એક યુવા યુવતીના ભાવિના તાંતણાને ગૂંથીને તેને એક એવું આવરણ પ્રદાન કરવા ઈચ્છે છે, જ્યાં તે દરેક પ્રકારનાં દુ:ખની નિશાનાં અંધકારથી દૂર રહ્યા. હવે શરૂ થઈ તરુણાઈ અને ઈચ્છાઓનાં સુંદર મેળ સાથે જિંદગીની તે સફર જ્યાંથી આગળ વધ્યા પછી પોતાના શૈશવ અને કિશોર જીવનમાં જવું અશક્ય છે. આ છે કુદરતનો નિયમ, નિયતિનો કાયદો, જ્યાં ન ઈચ્છવા છતાં પણ આગળ વધતા જવું એક વિટંબણા જ છે.
મેં પાછળ ફરીને જોવાનો પ્રયાસ કર્યો તો ૨ સુંદર પણ આંસુ ભીની આંખો મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હા, કદાચ એ જ કે અમે તારી શૈશવકાળની આંખો છીએ, જાયં આંખમાં થોડાક આંસુ આવતા જ માનો કોમળ, પ્રેમથી મહેકતો પાલવ ધીરેથી તે આંસુની ભીનાશને સુકવી દેતો હતો. અમે તારી કિશોરાવસ્થાની આંખો છીએ, જેમણે જીવનનાં તે સમય માં બધું સારું જ જોયું હતું. મારામાં તે આંખોનો સામનો કરવાની બિલકુલ હિંમત નહોતી.
હું મારા જીવનમાં આગળ વધી ગઈ હતી અને એક યુવા હોવાના લીધે અનેક જવાબદારીઓ અને કાયદા કાનૂનથી બંધાયેલી હતી. મારી આંખોમાં સજેલા સપના હજી પણ તરતા હતા, પરંતુ મહત્વાકાંક્ષાઓના ગાઢ પડછાયાથી ઘેરાયેલા, થોડા ડરેલા અને થોડા ગભરાયેલા, લાગતું હતું કે જીવનની કઠોર ધરા, સપનાનાં કોમળ પગલાને થોડીક વધારે કર્કશતા સાથે જખમ આપવા માટે તૈયાર હતા.
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો