આજકાલ કુટુંબ, પરિવાર અને ઘર નાના થઈ રહ્યા છે. જ્યાં પહેલા મોટા પરિવારની વહુ ઘરમાં આવે તેને શુભ મનાતું હતું, કારણ કે મોટો પરિવાર એ વાતની ઓળખ રહેતો હતો કે ત્યાં સગાંસંબંધીમાં એકબીજા સાથેનો તાલમેલ સારો હશે. પરિવારના બધા એકબીજાના સુખદુખમાં સાથે ઊભા રહેતા હશે. જોકે આ તાલમેલ બેસાડવો કોઈ સરળ કામ નથી. નાજુક સંબંધને મજબૂત બનાવવા માટે બધાની પસંદનાપસંદનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.
આ બધાના વશની વાત નથી હોતી કે તેઓ પરિવારની એકતા જાળવી શકે. આ વાત માટે પ્રામાણિકતા, વાણી પર સંયમ, મનમાં ભેદભાવ ન હોવો, સ્વાર્થથી દૂર રહેવું, ધીરજ રાખવી વગેરે તમામ ગુણો હોવા ખૂબ જરૂરી છે.
કેટલાક લોકો નાનીનાની વાતમાં નારાજ થઈ જાય છે. તેમને વારંવાર મનાવો, ત્યારે તેઓ સામાન્ય થાય છે, પરંતુ આ લોકોને કંઈ ખબર નથી હોતી કે તેઓ કઈ વાતે નારાજ થશે.
વ્યવહાર સારો રાખો
કેવી રીતે ચીડિયલ કે નાનીનાની વાતે ખોટું લાગે તેવા વ્યવહારના લીધે સંબંધમાં કડવાશ પેદા થાય છે.
અમૃતાના લગ્ન દિલ્લીના સી.એ. વિપિન સાથે થયા હતા. તેના લગ્નમાં ફેરા સમયે જ્યારે અમૃતાની પિતરાઈ બહેનોએ જૂતા છુપાવવાની વિધિ સમયે ભાવિ જીજાજીના જૂતા શોધવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ત્યાં ન મળ્યા. પછી જાણવા મળ્યું કે જીજાનો નાનો ભાઈ જૂતા રૂમમાં મૂકવા ગયો છે. સાળીઓએ વિચાર્યું કે રૂમમાં કેવી રીતે જવું. પછી તેમણે પોતાના ભાઈને પણ સામેલ કરી લીધો અને તેને કહ્યું કે તું રૂમમાં જઈને જૂતા બહાર લઈ આવ. જે રૂમમાં જીજાનો નાનો ભાઈ જૂતા સાથે બેઠો હતો ત્યાં તે ગયો.
તે સમયે ઊંઘી રહેલા જીજાના ભાઈને લાગ્યું કે કોણ જાણે કોણ રૂમમાં ઘૂસી આવ્યું છે અને તે કંઈ જ જોયાજાણ્યા વિના આવનાર પર તૂટી પડ્યો. ત્યાર પછી બંને વચ્ચે મારામારી થઈ ગઈ અને ફેરાની વચ્ચે બંને પક્ષે ઉગ્ર બોલચાલ થઈ ગઈ. જોકે વર થોડો સમજદાર હતો, તે બંને પક્ષના વડીલો સામે માફી માંગવા લાગ્યો.
This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો